સૌરાષ્ટ્રનાં સુપ્રસિદ્ધ યાત્રાધામ પાળિયાદના વિહળધામના સંચાલક અને અખિલ ભારતીય સંત સમાજના અધ્યક્ષ પૂજ્ય ભઇલુબાપુએ ૧૫ જાન્યુઆરીના રોજ અબુધાબીના બીએપીએસ હિંદુ મંદિરની મુલાકાત લીધી.
ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકારની આજ્ઞા અને પરમ પૂજ્ય શ્રી વિહાળાનાથ તેમ જ શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબાના શુભ આશિષ સાથે પૂજ્ય શ્રી ભયલુબાપુ દૂબઈના પ્રવાસે નીકળ્યા છે. પરમ પૂજ્ય શ્રી સંપૂર્ણાનંદજી બાપુ ચંડીગઢ પંચકુલા (અગ્નિ અખાડા સચિવ ) તથા પરમ પૂજ્ય શ્રી વિચિત્રાનંદબાપુ (પ્રયાગરાજ) , રણછોડભાઈ સવાલિયા, જયદીપભાઈ વેકરિયા, મહાવીરભાઈ ખાચર, કર્મરાજભાઈ ખાચર, દિવ્યરાજસિંહ રાણા, મનોજભાઈ ભીમાણી, તળાવિયા અશ્વિનભાઈ, છત્રાયા પ્રદિપભાઈ, જયદેવભાઈ મોભ સાથે આબુધાબી ખાતે આવેલ વિશ્વ પ્રસિદ્ધ બીએસપીએસ હિન્દુ મંદિરની મુલાકાત લીધેલ હતી. દરમિયાન આબુધાબી બીએસપીએસ મંદિરના શ્રી બ્રમવિહારી સ્વામિ, સાળંગપુર ના કોઠારી સ્વામિ અને બીજા અન્ય સંતોની સાથે સત્સંગ લાભ લીધો હતો. બીએપીએસ મંદિરના સંતોએ ભાવ અને ભક્તિ પૂર્વક સહુ અતિથિઓને પુરા મંદિર પરિસર ની મુલાકત કરાવી હતી. જાણે વિહળધામના પ્રતિનિધિઓ અબુધાબીના બીએસપીએસ હિંદુ મંદિર આંગણે પધાર્યા હતા.
પૂજ્ય ભઇલુબાપુ તેમ જ સાથી સંતોએ અને સેવક સમૂદાય સાથે અબુધાબીના બીએસપીએસ હિંદુ મંદિરની મુલાકાત અને ત્યાંના સંતો દ્વારા મળેલા આતિથ્ય બદલ આનંદ વ્યક્ત કર્યો છે.