Monday, February 17, 2025

આદર્શ નિવાસી (વિ.જા) કન્યા શાળા રાજપુર જી.પાટણ ખાતે તા.૧૭/૦૧/૨૦૨૪ નારોજ વિધાર્થીનીઓની વિનામુલ્યે આરોગ્ય તપાસ તેમજ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતુ

આદર્શ નિવાસી (વિ.જા) કન્યા શાળા રાજપુર જી.પાટણ ખાતે તા.૧૭/૦૧/૨૦૨૪ નારોજ વિધાર્થીનીઓની વિનામુલ્યે આરોગ્ય તપાસ તેમજ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતુ.

સામુહિક આરોગ્ય કે‍ન્દ્ર,સંડેર તા.પાટણ દ્વારા આયોજીત તથા સંડેર ગ્રામ્ય આરોગ્ય સેવા મંડળના સહયોગથી ડૉ.શ્રેય પટેલ બાળરોગ નિષ્ણાંત, ડો.કમલેશ પટેલ, તેમજ સામુહિક આરોગ્ય કે‍ન્દ્ર, સંડેરના સ્ટાફ દ્રારા આદર્શ નિવાસી (વિ.જા) કન્યા શાળા રાજપુર જી.પાટણ ખાતે તા.૧૭/૦૧/૨૦૨૪ નારોજ વિધાર્થીનીઓની વિનામુલ્યે આરોગ્ય તપાસ તેમજ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં ૧૨૫ વિધાર્થીનીઓની આરોગ્ય તપાસ કરવામાં આવેલ અને તપાસ દરમ્યાન જરૂરી વિધાર્થીનીઓને વિનામુલ્યે સારવાર આપવામાં આવેલ હતી.

સદર કેમ્પમાં સંડેર ગ્રામ આરોગ્ય સેવા મંડળના પ્રમુખ શ્રી કાનજીભાઈ પટેલ અને સામાજિક કાર્યકર શ્રી વિમલભાઈ પટેલ ઉપસ્થિત રહેલ. આ કેમ્પને સફળ બનાવવા શાળાના તમામ સ્ટાફે મહત્વનું યોગદાન આપેલ હતુ.
અહેવાલ.ઇમરાન મેમણ પાટણ

- Advertisement -
અન્ય સમાચાર

Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores