વડાલી તાલુકાના હઠોજ ગામમાંથી એસ ઓ જી એ દેશી બનાવટની ફુલ્લીદાર બંદૂક સાથે એકને ઝડપી પાડ્યો
સાબરકાંઠા એસ ઓ જી વડાલી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હઠોજ ગામના ગૌચરમાંથી બાતમીના આધારે રાજસ્થાનના ઈસમને બંદૂક સાથે ઝડપી પાડ્યો હતો. આ મામલે વડાલી પોલીસ સ્ટેશન મા ફરિયાદ નોંધાવી હતી ત્યારે આ અંગે સાબરકાંઠા એસ ઓ જી ના પી.આઈ એન એન રબારીએ જણાવ્યું હતું કે એસ ઓ જી નો સ્ટાફ વડાલી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે પોલીસ સ્ટેશન વિસ્તારના હઠોજ ગામની સીમમાં આવેલા ગૌચરમાંથી રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના ઝાડોલ તાલુકાના દૈયા પોસ્ટના ટીંડોરીમાં વોર્ડ નંબર 1 માં રહેતા બાબુલાલ વેલારામ ગરાસીયા પાસેથી દેશી બનાવટની ફુલ્લી દાર સિંગલ બેરલ બંદૂક 5 હજાર ની મળી આવી હતી જેને લઈને વડાલી પોલીસ સ્ટેશનમાં આર્મસ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891