Friday, June 14, 2024

પાળિયાદમાં અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો

 

*પાળિયાદમાં અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો*

બાવીસ જાન્યુઆરીએ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના નવનિર્મિત મંદીરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઇ રહ્યો હતો ત્યારે પાળિયાદની પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યામાં વિરાજીત શ્રી રામ દરબારનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો ભવ્ય અન્નકૂટ ભરવામાં આવ્યો . અને બપોરના બાર કલાકે ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર ની અને ઠાકર શ્રી વિહળાનાથ ની મહાઆરતી કરવામાં આવી જેમ પૂજ્ય શ્રી ગાયત્રીબા, પૂજ્ય શ્રી દિયાબા અને બાલઠાકર શ્રી પૃથાવીરાજબાપુ હાજર રહયા હતા . ત્યારબાદ મહાઆરતી પૂર્ણ થયા બાદ સહુ ભાવિક ભક્તો, ભગવાન રામના મંદિરની ખુશાલી સાથે મહા પ્રસાદ લીધો. સાથોસાથ એક સો આઠ ગામમાં પક્ષીઓને ચણ, ગાયોને લીલો ચારો, કીડિઓને કીડિયારૂં અને કુતરાઓને રોટલા આપવામાં આવ્યા.

વિહળધામ નો સમગ્ર મહોત્સવનું લાઇવ પ્રસારણ જગ્યાની યુ ટ્યુબ ચેનલ VIHALDHAM PALIYAD OFFICIAL માં કરવામાં આવ્યું

વિહળધામના મહંત પૂજ્ય શ્રી નિર્મળાબા અને પૂજ્ય શ્રી ભયલુબાપુ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી બનવા અયોધ્યા પધારી ચૂક્યા છે.

જગ્યાના સંચાલક પૂજ્ય ભઇલુબાપુએ પંચાળ પંથકના સહુ ભક્તો, વિહળધામના સમર્પિત સેવકો અને પાળિયાદના તમામ ગ્રામજનોને સનાતન હિન્દુ ધર્મના આ પરમ પ્રસંગે જગ્યામાં ઉપસ્થિત રહી, ઉજવણીમાં ભાગીદાર બનવા માટે ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું હતું અને વિહળધામ પાળિયાદ દ્રારા સંચાલિત શ્રી વિહળ ઈન્ટરનેશનલ વિધ્યાપીઠ દ્રારા પણ સ્કુલે શ્રી રામના નવનિર્માત મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરી

અહેવાલ કનુભાઈ ખાચર

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores