Sunday, October 6, 2024

શેઠ પી. કે. શાહ ગર્લ્સ હાઇસ્કૂલ વડાલી નું ગૌરવ…

શેઠ પી. કે. શાહ ગર્લ્સ હાઇસ્કૂલ વડાલી નું ગૌરવ…

 

શેઠ પી.કે.શાહ ગર્લ્સ હાઇસ્કુલ વડાલીમાં તારીખ 20/12/2023 બુધવારના રોજ “યુવા મતદાર મહોત્સવ -2023” અભિયાન અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાંથી જિલ્લા કક્ષાએ પોસ્ટર ડિઝાઇન સ્પર્ધામાં શાળાની શિક્ષિકા હિરલબેન પાંડોરે પ્રથમ નંબર અને સ્લોગન સ્પર્ધામાં શાળાના શિક્ષક નિતેશકુમાર ચૌધરીએ દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો હતો. તેથી તેમને આજરોજ તા.25/01/2024 બુધવારના ના નલીન કાંત ગાંધી, ટાઉન હોલ હિંમતનગર ખાતે જિલ્લાના માનનીય શ્રી કલેક્ટર સાહેબશ્રીના તેમજ માનનીય શ્રી જિલ્લા ચૂંટણી અધિકારી સાહેબશ્રીના વરદ હસ્તે ઇનામ તેમજ પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ આજરોજ વડાલી તાલુકા કક્ષાએ ઓડિયો ગીત સ્પર્ધા અને વિડીયો સ્પર્ધામાં શાળાની વિદ્યાર્થીનીઓ બારોટ મુક્તિબેન અને પટેલ દિયાબેન વિજેતા થયેલ તેમને સરકારી કોમર્સ કોલેજમાં વડાલી ખાતે માનનીય મામલતદારશ્રી ચૌધરી સાહેબના વરદ હસ્તે પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ વિજેતા થયેલ તમામ શિક્ષકો તેમજ દીકરીઓને વડાલી કેળવણી મંડળના પ્રમુખશ્રી એવા માનનીય શ્રી તખતસિંહ હડિયોલ સાહેબ, માનનીય મંત્રી સાહેબ શ્રી અમૃતભાઈ દેસાઈ સાહેબ તેમજ શાળાના આચાર્યા દક્ષાબેન પટેલે તમામને અભિનંદન પાઠવ્યા હતા.

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores