ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જાને લઈ પરમ પુજય શ્રી જાનકીદાસ બાપુનું માર્ગદર્શન મેળવ્યું…
ગાયના રક્ષણ અને સંવર્ધન કાજે જન્મ લેનાર શ્રી રામજી અયોધ્યામાં બીરાજમાન છે. તો ગાયને રાષ્ટ્ર માતાનો દરજ્જો કેમ નહી.??
પરમ પુજ્ય શ્રી ૧૦૦૮ જાનકીદાસ બાપુ અયોધ્યા શ્રી રામ ભગવાનની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનાં સાક્ષી બન્યા. ત્યારે તેમનો સ્વાગત કરવાનો શુભ અવસર મળ્યો.ભગવાન શ્રી ધરણીધર શાંમળા, માતા જાનકી અને શ્રી રામજીના ભરતભાઈ રાણાભાઈ પટેલે સનાતન હિન્દુ સ્વંમસેવકે દર્શન કરી આશિર્વાદ મેળવ્યા. સનાતન હિન્દુ સંસ્કૃતિ માં ગાયનું સ્થાન હંમેશાથી વિશેષ રહ્યું છે. હિન્દુઓએ ગાયને માતાનો દરજ્જો આપયો છે. ગાયમાં 33 કોટી દેવતાઓનો વાસ છે.અમારા ધર્મશાસ્ત્રોમાં ‘ગૌ’ મહિમા વિસ્તાર પુર્વક ગવાયો છે. સાસ્ત્રો માં ઉલ્લેખિત ‘ગૌ મહિમા’ ગાયનું સ્થાન સનાતન ધર્મીઓના હદયમાં સર્વોચ્ચ રહ્યું છે. શ્રી રામજીના અને ક્રુષ્ણના જીવન માં ગૌ નું વિશેષ મહત્વ રહ્યું હોય ત્યારે સંવિધાનિક રીતે રાષ્ટ્રમાતા જાહેર કરવા વિચારણા હેઠળ લાવવામાં આવે તેવી માંગણીની આગળના કાર્યક્રમની ચર્ચા કરવામાં આવી..