સ્કોલર એજ્યુકેશન કેમ્પસ ખાતે 75 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી
સ્કોલર એજ્યુકેશન કેમ્પસ બાયપાસ રોડ હિંમતનગર ખાતે 26 જાન્યુઆરી નિમિત્તે હર્ષ ઉલ્લાસ સાથે 75 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઇ
તેમાં ખાસ મહેમાન અતિથિ વિશેષ એવા દેશકાંઠા મેમણ કાઉન્સિલ હિંમતનગર ના પ્રમુખ સાહેબ સલીમભાઈ રોનકવાલા ના હસ્તે ધ્વજ વંદન કરી ઉજવણી કરવામાં આવી હતી.
સદર કાર્યક્રમમાં એસોસિયન મુસ્લિમ પ્રોફેશનલ હિંમતનગર ચેપ્ટર ના મીડિયા કોર્ડીનેટર ઐયુબભાઈ રણસીપુર વાળા
અતિથિ વિશેષ તરીકે હાજર રહયા હતા.
તથા દેશકાંઠા મેમન કાઉન્સિલના ઓડિટર હાજી અ.રહેમાનભાઈ બેન્કર વડાલી વાલા, અને વિશાળ સંખ્યામાં વાલીઓ, વિદ્યાર્થીઓએ હાજર રહી બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવેલ જેને પ્રોત્સાહન પૂરું પાડેલ.
પ્રજાસત્તાક દિનની ઉજવણીના કાર્યક્રમનું સુંદર આયોજન કેમ્પસ ડાયરેક્ટર પ્રોફેસર હિદાયતસર અને પ્રિન્સિપાલ ડોડીયા સર, વાઈસ પ્રિન્સિપાલ યાસીન સર, તથા સ્કૂલના શિક્ષકગણ તથા સ્કૂલ સ્ટાફ હાજર રહેલા મહેમાન સહિત તમામ મહેમાનોએ વાલીઓએ બિરદાવી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.
આ સમગ્ર સુંદર કાર્યક્રમ ની પ્રસંશા
દેશકાંઠા મેમન કાઉન્સિલ હિંમતનગર ના ઉપ પ્રમુખ ફારૂકભાઈ સિધ્ધપુર વાલા એ કરી હતી.
આ કાર્યક્રમ નું સમગ્ર કવરેજનું પ્રસિદ્ધ દેશકાંઠા મેમન કાઉન્સિલ હિંમતનગર મીડિયા સમિતિના ચેરમેન મેમન ફારૂકભાઈ ગોલ્ડનવાલા એ કરેલ હતું.
અને આ મેમન ફારૂકભાઈ ગોલ્ડન વાલા હાલમાં વડાલી તાલુકા મેમન જમાતના ઉપ પ્રમુખ પણ છે.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891