આજે તા ૦૪/૦૨/૨૦૨૪ના રવિવારે એમ એસ વિદ્યામંદિર ખાતે સ્વદેશી જાગરણ મંચ દ્વારા સ્વાવલંબી ભારત માટે જિલ્લા સ્તરની મીટીંગ નું આયોજન થયું હતી મિટિંગમાં આજના આત્મનિર્ભર ભારત અંતર્ગત યુવાનોને કેવી રીતે જોડવા સરકારી નોકરી થી અલગ પોતાની ઓળખ અને પોતાનો ધંધા રોજગાર કેવી રીતે આગળ વધારવો ખેતી ક્ષેત્રે નવાચાર કરી આધુનિક ખેતી સાથે પ્રાકૃતિક ખેતીના મિલન બાબતે ચર્ચા થઈ હતી અને થરાદ ખાતે સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત સરકારશ્રી ની વિવિધ યોજનાઓ ની માહિતી પૂરી પાડવા માટે એક માહિતી કેન્દ્રની સ્થાપનાની તાતી જરૂરિયાત બાબતે ગહન ચર્ચા થઈ હતી.સમગ્ર મિટિંગમાં ગુજરાત પ્રાંતના મનોહર જી,સરકારી ઇજનેર કોલેજ પાલનપુરના કે બી જુંડાલ સર,દાંતીવાડા કૃષિ યુનિ ના ઠાકર સર,બનાસ ડેરી માંથી કાનજીભાઈ,થરાદ કૃષિ યુનિ માંથી આર એલ સાહેબ,એમ એસ વિદ્યામંદિર ખાતે થી અશોક દવે સર અને સરકારી કોલેજના પ્રા.ભાવિક ચાવડા અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા થરાદ આચાર્યશ્રી રાણાભાઇ પટેલ અને મહેન્દ્રભાઈ નાઈ લુવાણા બીજેપી યુવા મોરચો થરાદ તાલુકો મીટીંગ મળી એમાં ઉપસ્થિત રહ્યા