Sunday, October 6, 2024

લોયાધામમાં દિવ્ય અને ભવ્ય શાકોત્સવ  16 ફ્રેબ્રુઆરીએ ઉજવાશે 

લોયાધામમાં દિવ્ય અને ભવ્ય શાકોત્સવ

16 ફ્રેબ્રુઆરીએ ઉજવાશે

 

ભગવાન શ્રી સ્વામિનારાયણએ ભક્તજનોનાં ભાવને પૂરા કરવા અને આત્યંતિક કલ્યાણ પ્રદાન કરવા માટે સૌ પ્રથમવાર સુરાબાપુ ખાચરના દરબાર ગઢમાં 12મણ ધી અને 60 મણ રીંગણનો શાકોત્સવની દિવ્યલીલા કરીને જે ભૂમિને પાવન કરી, એવી શાકોત્સવ પ્રાગટ્ય ભૂમિ એટલે લોયાધામ.

લોયાધામને આંગણે તારીખ 16 ફેબ્રુઆરી 2024 ( મહાસુદ સાતમ ) શુક્રવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ દ્વારા પરમ પુજ્ય પાદ ગુરૂવર્ય શાસ્ત્રીશ્રી ઘનશ્યામપ્રકાશ દાસજી સ્વામીજીના શુભ આર્શિવાદ સહ દિવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. સવારે ૯:૦૦ કલાકથી કથાવાર્તા ધૂન -ભજન અને સત્સંગ સાથે શાકોત્સવનો દિવ્યલાભ મળશે.આ દિવ્ય અવસર પર આપ સૌ ભગવત પ્રેમી ભક્તજનોને શ્રીસ્વામિનારાયણ મંદિર લોયાધામ દિવ્ય શાકોત્સવનો લાભ પ્રાપ્ત કરવા હાર્દિક આમંત્રણ પાઠવે છે.

અહેવાલ કનુભાઈ ખાચર

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores