Wednesday, October 23, 2024

રાજ્ય સરકાર દ્વારા સમાજ કલ્યાણ વિભાગ દ્વારા અનુસૂચિત છાત્રો ને સાયકલ આપવાની યોજના અમલી બનાવી હતી

રાજ્ય સરકાર દ્વારા સમાજ કલ્યાણ વિભાગ દ્વારા અનુસૂચિત છાત્રો ને સાયકલ આપવાની યોજના અમલી બનાવી હતી પરંતુ વડાલી તાલુકામાં જ સરકારની આ યોજના હેઠળ મળેલી સાયકલ ધરોઈ રોડ પર ભંગારમાં ગોડાઉન પર ઢગલામાં જોવા મળતા ફોટોગ્રાફ કરતાં થોડી જ વારમાં સાયકલો સગેવગે કરાઈ હતી એક બાજુ સરકાર દ્વારા લાભ આપવામાં આવે છે બીજી બાજુ લાભાર્થીઓ દ્વારા તેની રોકડી કરી લેવામાં આવતી હોવાનું જોવા મળી રહ્યું છે જ્યારે સરકારી વસ્તુઓનું વેચાણ કે ખરીદી કરવી ગુનો બનતો હોય છે છતાં સરકારી આપેલી વસ્તુઓ બજારમાં વેચાણ થતું જોવા મળી રહી છે

રાજ્ય સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા અનુસૂચિત જનજાતિ (એસ.ટી) ની વિદ્યાર્થીઓને સાયકલ આપવાની યોજના બનાવવામાં આવી હતી છેવાડાના વિસ્તારોમાં ધોરણ 9 અને 10 ની છાત્રાઓ સાયકલ પર શાળામાં આવી અભ્યાસ મેળવી તે હેતુથી સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકા મોટી સંખ્યાની છાત્રાઓની મફત સાયકલ ફાળવણી કરવામાં આવી હતી પરંતુ આ સાયકલનું ઉપયોગ કરવાની જગ્યાએ સાયકલ બારોબાર ભંગાર વેચાણ થતી જોવા મળી આવેલી છે સરકારી વસ્તુઓનું વેચાણ કરવું ગુનો બનતો હોય છે તેમ છતાં સરકારી આપેલી વસ્તુઓનુ બજારમાંથી વેચાણ થતું જોવા મળી રહ્યું છે ભંગારીયાઓ ગામડામાં ભંગાર લેવા જતાં હોય છે ત્યારે ગામડાના લોકો સરકારે આપેલી સાયકલો વેચી રોકડી ઉભી કરી લેતા હોય છે જો જથ્થાબંધ ભંગારના વેપારીને ત્યા તપાસ કરવામાં આવે તો મોટા પ્રમાણમાં સરકાર તરફથી વિતરણ કરેલી વસ્તુઓનો જથ્થો મળી આવે તેવી શક્યતા જોવા મળે

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores