Sunday, October 6, 2024

પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ના અબોલ જીવોના લીલા ઘાસ માટે રૂપિયા ૫૧૦૦૦/ નું દાન

પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ના અબોલ જીવોના લીલા ઘાસ માટે રૂપિયા ૫૧૦૦૦/ નું દાન

આજરોજ તા 9/2/24 ના પાળીયાદ મહાજન પાંજરાપોળ માં મુ.બેલા તા.તળાજા ના શ્રી ભરતભાઈ વીરજીભાઈ ઘોરી ( હાલ સુરત ) પોતાના જન્મદિવસ નિમિત્તે પાળિયાદ પાંજરાપોળ અને ગૌશાળા ના અબોલ જીવોના લીલા ઘાસ માટે રૂપિયા ૫૧૦૦૦/ નું દાન આપ્યુ અગાઉ પણ તારીખ ૮/૧૨/૨૩ ના રોજ રૂપિયા ૧૦,૦૦૦.નું દાન તેમણે મોકલાવેલુ તથા તા. ૧૫/૧૨/૨૩ ના રોજ પણ રૂપિયા ૧૦,૦૦૦/ નું દાન તેમણે મોકલાવેલું.

પાળીયાદ પાંજરાપોળ અને ગૌશાળાને દાન નવરાત્રીના નવ દિવસના ઘાસચારા માટે રૂપિયા ૧૦૦,૦૦૦/(રૂપિયા એક લાખ) હોય કે તેમના પપ્પાના શ્રાદ્ધ માટે રૂપિયા ૨૦,૦૦૦/ હોય કે પછી અધિક માસની પૂર્ણાહુતિ માટે ૫૪૫ પણ લીલી જુવાર હોય કે નિર્જળા ભીમ અગિયારસ માટે ૪૫૦ પણ લીલી જુવાર હોય કે પછી દીકરા, દીકરી નો જન્મદિવસ હોય આ સિવાય નાના-મોટા સુખના કે દુઃખના પ્રસંગો હોય તો તેઓ ગૌશાળાના અબોલ જીવોને કદી ભૂલતા નથી. પાળીયાદ મહાજન પાંજરાપોળ વતી જન્મ દિવસની ખૂબ ખૂબ વધાઈ. જુગ જુગ જીવો એમ કનુભાઈ ખાચર ની યાદી જણાવે છે.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores