Saturday, October 12, 2024

વિહળધામ પાળીયાદ ના આદ્ય સ્થાપક પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ નો ૨૫૬ મો પ્રાગટ્ય દિવસ ઉજવાયો

વિહળધામ પાળીયાદ ના આદ્ય સ્થાપક પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ નો ૨૫૬ મો પ્રાગટ્ય દિવસ ઉજવાયો

 

સૌરાષ્ટ્ર ની પ્રખ્યાત અને જગ વિખ્યાત દેહાણ પરંપરા ની જગ્યા વિહળધામ પાળીયાદ ના આદ્ય સ્થાપક પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ નો આજે તારીખ:- ૧૪/૦૨/૨૦૨૪ ને બુધવાર વી.સં.૨૦૮૦ મહાસુદ -પાંચમ એટલે કે વસંત પંચમી ના શુભ પવિત્ર દિવસે ૨૫૬ મો પ્રાગટ્ય દિવસ છે ત્યારે આ પર્વ નિમિતે પાળીયાદ જગ્યા માં ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર ને અન્નકોટ ધરવામાં આવેલ તેમજ જગ્યાની શ્રી બણકલ ગૌશાળા માં ગાયમાતા ને લાપસી આપવામાં આવેલ તેમજ વિહળ પરિવાર સેવક સમુદાય ખુબ મોટી સંખ્યામાં આવેલ અને ઠાકર શ્રી વિહળાનાથ ના દર્શન કરી પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા ના દર્શન કરી પૂજ્ય શ્રી ભયલુબાપુ ના દર્શન કરી ઠાકર ની મહાઆરતી નો લાભ લીધેલ ત્યારબાદ સૌએ ભોજન પ્રસાદ લીધેલ અને ખુબ ધન્યતા અનુભવેલ…

પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ નો જન્મ કાઠીકુળ માં પૂજ્ય શ્રી પાતામણબાપુ ને ત્યાં પાળીયાદ ની પાવનધરા પર સં.૧૮૨૫ ના મહાસુદ પાંચમ “વસંત પંચમી”ને રવિવાર ના શુભ દિને અનેક જીવાત્માના કલ્યાણ માટે તેમજ ભારત ની સનાતન સંસ્કૃતિ ની સેવા અર્થે પૂજ્ય શ્રી વિસામણબાપુ પ્રગટ્યા…

  • પરમ પૂજ્ય વિસામણબાપુ ને રામદેવપીર મહારાજ નો અવતાર માનવામાં આવે છે અને જેના પ્રમાણ પણ મળી આવેલ છે એવા પ.પૂ.શ્રી વિસામણબાપુ દ્રારા નાનપણ થીજ દિન દુખીયા અને વટે મારગુ માટે અન્નક્ષેત્ર ની સદાવ્રત શરૂ કરેલ હતી અને જગ્યામાં ટુકડો ત્યાં હરિ ઢુકડો ના સૂત્ર થી ભજન તથા ભોજન ની સેવા ગંગા શરૂ કરી ધર્મ ના ધજાગરા રોપેલા… આ અવિરત સેવાગંગા આટલા વર્ષો પછી પણ આ ઉજળી પરંપરા દ્વારા ભોજન ભજન અને ગૌસેવા અને જનહિત કાર્યો અનેક સેવાયજ્ઞો આજ દિન સુધી પૂજ્ય શ્રી વિસામણબાપુ ની કૃપાથી થઇ રહ્યા
  • છે…

કળજુગ મા પણ જેમના પરચા અપરંપાર છે સમરે હાજર છે અને રોકડીયા ઠાકર ની ઉપમા છે…

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores