વિદ્યાર્થીઓને ગાઈડની ફાળવણી: પાટણ
યુનિવર્સિટીમાં PHDના 485 ઉમેદવારોને 27 વિષયના 276 ગાઈડની ફાળવણી કરાઈ
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં સૌથી ઊંચી શૈક્ષણિક ડિગ્રી પીએચડીમાં નવા શૈક્ષણિક વર્ષ માટે પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થતાં પ્રવેશપાત્ર છાત્રોનું મેરીટ લીસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ત્યારે હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગ ખાતે આજે કાર્યકારી કુલપતિ રોહિત દેસાઈ, રજીસ્ટ્રાર ડો કે. કે. પટેલ, અને PHD પરીક્ષા ના કો. ઓડિનર ડો આશિષ પટેલ અને કમીટીની ઉપસ્થિત માં PHDના 485 ઉમેદવારો ને 27 વિષય માં 276 ગાઈડની ફાળવણી કરવામાં આવી હતી.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિએ જણાવ્યું હતું કે, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પીએચડીની એન્ટ્રાસ એક્ઝામ થી લઈને સંપૂર્ણ રીતે વિદ્યાર્થીઓને સીટોનું એલોટમેન્ટ થઈ શકે અને વિદ્યાર્થી પીએચડી થઈ શકે તે માટે આજરોજ ગાઈડોનું એલોટમેન્ટ કરવામાં આવેલું છે જેમાં કુલ 27 સબ્જેક્ટ છે અને 485 વિદ્યાર્થીઓ છે. ત્યારે ગાઇડોની સંખ્યા પણ વિવિધ વિષયોમાં 276 થી વધુ છે એટલે વિષયવાર વિદ્યાર્થીઓ ફાળવી શકાય એ માટે નું સુંદર આયોજન પણ પીએચડી કમિટીએ કરેલું છે એ બદલ કમિટીને પણ ધન્યવાદ આપું છું અને વિવિધ ડિપાર્ટમેન્ટોના હેડ દ્વારા આ જ વિષયમાં વિદ્યાર્થીઓના પસંદગીના ગાઇડો મળી શકે એ માટેની વ્યવસ્થા કરવામાં આવેલી છે.
22 તારીખે વિદ્યાર્થી પોતાનું ટાઈટલ અને પ્રપોઝલ માટેની કમિટી સમક્ષ એ તૈયારી થી કરી શકે અને શોધમાં અરજી કરી શકે એ માટેની ઝડપી પ્રક્રિયા યુનિવર્સિટી દ્વારા થઈ રહેલી છે વિવિધ ગાઈડોનો વિવિધ કોલેજોના એક્સપોર્ટનો પણ સાથ સહયોગ રહ્યો છે અને સંપૂર્ણ રીતે આ પીએચડી ની પરીક્ષા નું યોગ્ય આયોજન કરી શક્યા છે.
PHD ની કુલ 29 વિષયમાં 827 બેઠકો પૈકી માત્ર 485 બેઠકો ઉપર જ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકતાં બેઠકો ખાલી રહેવા પામી છે. જેમાં સૌથી વધુ ભાષાના વિષય સંસ્કૃત હિન્દી ગુજરાતી ઉપરાંત કેમેસ્ટ્રી જેવા વિષયોમાં બેઠકો ખાલી રહેવા પામી છે.પ્રાકૃત અને બાયોટેક આ બે વિષયોમાં તો એક પણ છાત્ર પ્રવેશ પરીક્ષામાં પાસ ના થતા બંને વિષયોમાં બેઠકો ખાલી રહેવા પામી છે.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891






Total Users : 144600
Views Today : 