‘શુભેચ્છા સમારોહ તથા તેજસ્વી તારલાઓનું સન્માન’
‘રાજમાતા મીનળદેવી’ આદર્શ નિવાસી શાળા (વિ.જા.) કન્યા પાટણ(રાજપુર) ખાતે માનનીય જિલ્લા નાયબ નિયામકશ્રી દિવ્યાંકાબેન જાનીના અધ્યક્ષ સ્થાને તથા સેવાભાવી સામાજિક કાર્યકરશ્રી વિમલભાઇ પટેલ તથા રશ્મિકાબેન પટેલના અતિથિવિશેષ પદે ધોરણ 10 અને 12ની વિદ્યાર્થિનીઓને શુભેચ્છા આપવા માટે એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું.
શાળાના આદરણીય આચાર્યાશ્રી પ્રજ્ઞાબેન ઠક્કરના માર્ગદર્શન તથા શિક્ષકશ્રીઓ અને વિદ્યાર્થિનીઓના સહિયારા પ્રયાસ થકી આ કાર્યક્રમને સુંદર ઓપ આપવામાં આવ્યો. દીપ પ્રાગટ્યથી કાર્યક્રમનો પ્રારંભ કરાયો. ધોરણ 9 થી 12ની વિદ્યાર્થિનીઓએ સમૂહનૃત્ય, એકપાત્રીય અભિનય,નાટક, ભાતીગળ ગરબો, પ્રસંગને અનુરૂપ વકતવ્ય રજૂ કરીને પોતાની કલા અને કૌશલ્યનાં દર્શન કરાવ્યાં. માનનીય અધ્યક્ષશ્રીએ વિદ્યાર્થિનીઓને આશીર્વચન આપ્યાં તથા પ્રતીકાત્મક ઇનામ વિતરણ કર્યું. અતિથિવિશેષશ્રી વિમલભાઈ પટેલ ના પુત્ર પ્રિય વિમલ ના વરદ હસ્તે ગત વર્ષે ધો.10 અને 12 માં એક થી ત્રણ નંબર લાવનાર તેજસ્વી વિદ્યાર્થિનીઓને ટ્રોફી તથા પ્રોત્સાહિત ઈનામ વિતરણ કરવામાં આવ્યા. ચાલુ વર્ષે પણ બોર્ડમાં 90 ટકાથી વધુ ગુણ પ્રાપ્ત કરનાર તમાંમ વિદ્યાર્થિનીને ટ્રોફી એનાયત કરવાની જાહેરાત કરી. કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થિનીઓને રશ્મિકાબેન પટેલ તથા વાલીશ્રીઓ તરફથી ઇનામની જાહેરાત કરવામાં આવી.
આમ તમામ મહેમાનશ્રી તથા શાળા પરિવાર દ્વારા આ શુભેચ્છા સમારોહને યાદગાર બનાવવામાં આવ્યો.
અહેવાલ.ઇમરાન મેમણ પાટણ