જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટીકલ પરીક્ષામાં કુલ ૧૧૪૦ વિધ્યાર્થીઓ પરીક્ષા આપી
સાબરકાંઠા જિલ્લામાં ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની બોર્ડની પ્રેક્ટીકલ પરીક્ષાનો પ્રારંભ થયો છે.
પ્રેક્ટીકલ પરીક્ષા સવારે ૧૦:૦૦થી ૧:૦૦ અને બપોરે ૨:૦૦ થી ૫:૦૦ એમ બે સેશન દરમિયાન યોજાઈ હતી.
આ પ્રેક્ટીકલ પરીક્ષામાં કુલ ૧૧૪૪ વિધ્યાર્થીઓ પૈકી ૧૧૪૦ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
જ્યારે ચાર વિધ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા.
જેમાં રસાયણ વિજ્ઞાન વિષયમાં કુલ ૩૮૪ પૈકી ૩૮૨ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
જ્યારે બે વિધ્યાર્થી ગેર હાજર રહ્યો હતો. ભૌતિક વિજ્ઞાન વિષયમાં ૪૦૦ પૈકી ૩૯૮ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
જ્યારે બે વિધ્યાર્થી ગેર હાજર રહ્યા હતા . જીવ વિજ્ઞાન વિષયમાં ૩૬૦ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891