Saturday, October 26, 2024

ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને બોટાદકર સાહિત્ય સભા દ્વારા માતૃભાષા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી

બોટાદ

અહેવાલ કનુભાઈ ખાચર

 

ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને બોટાદકર સાહિત્ય સભા દ્વારા માતૃભાષા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

 

બોટાદ ખાતે શ્રી તખ્તસિંહજી જાહેર લાયબ્રેરી ખાતે સ્વાધ્યાય હોલમાં ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને બોટાદકર સાહિત્ય સભાનાં સંયુક્ત ઉપક્રમે માતૃભાષા મહોત્સવની ઉજવણી કરવામા આવી.

આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ગુજરાતના શ્રેષ્ઠ કવિઓ પૈકી એક અને બોટાદનુ અણમોલ રત્ન આદરણીય કવિશ્રી મનોહરભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહીને કાર્યક્રમમાં માતૃભાષા વિષયક પોતાના સુંદર વિચારો સાથે માતૃભાષા સંવર્ધનની ઘટનાઓ વિષયક વિશેષ માહિતીનાં મનનીય પરિસંવાદ સાથે પોતાની શ્રેષ્ઠ રચનાઓનો આસ્વાદ કરાવ્યો.

 

કાર્યક્રમને આગળ ધપાવતાં કાર્યક્રમમા ઉપસ્થિત અને સૌને આશીર્વાદ આપવા પધારેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના પરમ શ્રદ્ધેય પૂજ્ય સ્વામી શ્રી માધવસ્વરુપદાસજી સ્વામી પધારેલ. આ ઉપરાંત અમેરિકાથી કવિ શ્રી મનુભાઈ પટેલ “અવધૂત” અને કવિશ્રી વિહંગ વ્યાસ ઉપસ્થિત રહેલ. બોટાદકર સાહિત્ય સભાનાં વડિલ આદરણીય શ્રી બાપુભાઈ ધાધલ સાહેબ અને વડીલ શ્રી પંકજભાઈ ભટ્ટ સાહેબનાં માર્ગદર્શન તળે અને આદરણીય કવિ શ્રી મનોહર ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને ઉકત કાર્યક્રમ સંપન્ન થયેલ.

 

‌. કાર્યક્રમની સુભગ શરૂઆત રુડાં દીપ પ્રાગટ્ય સાથે થઈ ત્યાર બાદ શ્રી જીગ્નેશભાઈ પાઠક તેમજ શ્રીમતી શ્વેતાબેન શાહ દ્વારા સુંદર પ્રાર્થના રજું કરવામાં આવેલ. ત્યારબાદ આપણાં ગુજરાતના કર્મનિષ્ઠ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબનો વિડિયો શુભેચ્છા સંદેશ સુજ્ઞ શ્રોતાજનો સમક્ષ પ્રસ્તુત કરવામાં આવ્યો. ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જહાનો શુભેચ્છા સંદેશનો વિડિયો સૌ દર્શકોએ નિહાળ્યો. ત્યારબાદ આ કાર્યક્રમમાં ડૉ. આનંદ ગઢવી એ શાબ્દિક સ્વાગત અને સમગ્ર માતૃભાષા મહોત્સવની ઉજવણીની રૂપરેખા આપી.

 

આગળનાં ક્રમે મહેમાનોનુ પુષ્પગુચ્છ અને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પ્રાપ્ત થયેલા પુસ્તકો દ્વારા તમામ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ પૂજ્ય માધવપ્રિયદાસ સ્વામીના આશિર્વચનનો લાભ મળ્યો. આદરણીય કવિ શ્રી મનોહર ત્રિવેદીજીનુ રસાળ શૈલીમાં મુખ્ય વક્તવ્ય વિશાળ સંખ્યામાં ઉપસ્થિત શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરી ગયું…ત્યારબાદ ડૉ. આનંદ ગઢવી એ લખેલ “ગુજરાતી ગોળધાણા” નામક લઘુનાટકની ભજવણી થઈ તેમાં કલાકાર શ્રી પ્રિયાંક ભટ્ટ અને કુમારી ધ્રુવી પરમાર દ્વારા અભિનયના ઓજસ પથરાયા. સમર્પણ ગ્રુપના શ્રી રાજુભાઈ શાહ, સાંદિપની સ્કુલના શ્રી હરેશભાઈ ધાધલ, શ્રી રાજુભાઈ ડેરૈયા જેવાં ઘણાં મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું…

 

ત્યારબાદ યોજાયેલ સુંદર કવિ સંમેલનમાં શ્રી મનોહર ત્રિવેદી, શ્રી “અવધૂત” પટેલ, શ્રી “વિહંગ” વ્યાસ, શ્રી પાર્થ ખાચર, શ્રી જીજ્ઞેશ વાળા, શ્રી ગોપાલ ચૌહાણ, શ્રી પ્રતાપ મહેતા, શ્રી જૈમિન પંડ્યા અને ડૉ. આનંદ ગઢવી આ સૌ કવિશ્રીઓએ પોતાની એક એકથી ચડિયાતી રચનાઓથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતાં .તાળીઓના ગડગડાટથી સમગ્ર હોલ ગુંજી ઊઠ્યો હતો…

કાર્યક્રમના અંતે આભારદર્શન કરતાં વૈશાલીબેન દ્વારા ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ આદરણીય શ્રી ભાગ્યેશ જહા અને કર્મઠ મહામાત્ર એવા આદરણીય ડૉ. જયેન્દ્રસિંહ જાદવ સાહેબનો વિશેષ આભાર માનવામાં આવ્યો. આ ઉપરાંત શ્રી લાલજીભાઈ પારેખ, શ્રી કિરણભાઈ ખાચર તથા બોટાદકર સાહિત્ય સભાના સભ્યો તથા આમંત્રિત તમામ મહાનુભાવો અને કાઠી ક્ષત્રિય વિદ્યાર્થી ભુવનના સ્વયંસેવક ભાઈઓનો આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ આભાર પ્રગટ કરવામાં આવેલ. સાથે ભરપેટ અલ્પાહાર સાથે આ કાર્યક્રમને સંપન્ન કરવામાં આવ્યો…

સમગ્ર કાર્યક્રમનું સંચાલન નેશનલ ઍવોર્ડિત સારસ્વત, શ્રેષ્ઠ એન્કર અને ઉત્તમ વક્તા સાથે આ સુંદર કાર્યક્રમના સંયોજક શ્રી પ્રવીણભાઈ એલ. ખાચર સાહેબ દ્વારા એમની આગવી શૈલીમાં કરવામાં આવ્યું….

આમ “મળી માતૃભાષા મને ગુજરાતી” એ ધૃવ પંક્તિને ચરિતાર્થ કરતો માતૃભાષા મહોત્સવ ચરિતાર્થ થયો….

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores