Friday, June 21, 2024

વડાલી નગર ની શ્રી બી જી શાસ્ત્રી હાઈસ્કૂલ ખાતે ઇનામ વિતરણ સાથે સન્માન સમારોહ યોજાયો.

વડાલી નગર ની શ્રી બી જી શાસ્ત્રી હાઈસ્કૂલ ખાતે ઇનામ વિતરણ સાથે સન્માન સમારોહ યોજાયો.

વડાલી નગરની શ્રી બી જી શાસ્ત્રી હાઈસ્કૂલ ખાતે તેજસ્વી તારલા ઓ ને ઇનામ વિતરણ તેમજ પ્રોત્સાહિત કરાયા સાથે સાથે SSC અને HSC ના વિદ્યાર્થી ઓ નો સન્માન સમારોહ સાથે વાર્ષિકોત્સવ એમ ત્રિવિધ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું

આ પ્રસંગે શ્રી મણીરામ મહારાજ થુરાવાસ દ્વારા શાળા ના તમામ વિધાર્થી ઓ ને આશીર્વાદ આપ્યા હતા.શાળા ના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને મુખ્ય અતિથિ વિશેષ મહેમાન તરીકે હિંમતનગર શિફા હોસ્પિટલ ના ડૉ રહિયાન ભાઈ મેમણ સાહેબે શાળા ના જુના દિવસો યાદ કરી શાળા ને 25001/- રુ નું દાન આપેલ હતું.

શિક્ષણવિદ્દ તરીકે શારદા હાઈસ્કૂલ વડાલી ના આચાર્ય શ્રી ગૌતમભાઈ ભટ્ટ દ્વારા આ પ્રસંગે ખુબ સુંદર વક્તવ્ય આપ્યું સાથે તમામ બાળકો અને વાલીઓ ને શુભ સંદેશ આપ્યો હતો.આજ ના આ કાર્યક્રમ મા પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માંથી કુલ 15 જેટલી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી હતી.જેને ઉપસ્થિત મહેમાન શ્રી ઓ તથા વાલીગણે ખુબ પ્રશંસા કરી હતી.શાળા ના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી કાંતિભાઈ પટેલ (ભગત) સાહેબ શાળા ના આચાર્ય શ્રી ડૉ હસમુખભાઈ બી પટેલ એ શાળા ના તમામ શિક્ષકો ને અભિનંદન આપ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત ઇનામ ના દાતા શ્રી કલાવતી બેન ત્રિવેદી. તથા પરેશભાઈ તડવી.માધાભાઇ પટેલ.પ્રકાશભાઈ પટેલ ડૉ મિતેષ પટેલ ગોપાલભાઈ પટેલ મહેશભાઈ .તથા તમામ મહેમાન શ્રી ઓ નો શાળા ના શિક્ષક એવા શ્રી કમલેશભાઈ પટેલ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમ નું સંચાલન શ્રી સંદીપભાઈ ગોર.રમેશભાઈ પ્રજાપતિ.જયેશભાઇ પ્રજાપતિ.તથા નિલમબેન દ્વારા ભારે જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores