પાલનપુર એરોમા સર્કલ ઉદ્યોગપતિ એ ટ્રાફિક પોલીસ ને ચાલુ ફરજ માં લાફો જીકવામાં આવ્યો હતો શનિવાર રાત્રે 9.30 વાગે ટ્રાફિક પોલીસ કર્મચારી ટ્રાફિક નિયમન કરાવતા હતા ત્યારે એક ઉદ્યોગપતિ ની ગાડી આવતા ત્યારે ટ્રાફિક પોલીસ કર્મચારી રાજેન્દ્ર સિંહ ફરજ ઉપર હાજર હતા અને ત્યારે ડીસા હાઇવે પર સર્વિસ રોડ પર એક કાર નંબર GJ08CS6869 હટાવવા ગયા હતા ત્યારે ઉદ્યોગપતિ કાર ચાલક અને તેના પુત્રએ ઉશ્કેરાઈ ને પોલીસ કર્મચારી ને જેમ મન ફાવે તેમ ગાળો બોલી ને તું સરકારી નોકર છે સર્વિસ રોડ પર ગાડી છે અહીંયા થી નહિ હટે ત્યારે પોલીસ કર્મીએ કહ્યું કે સભ્યતાથી વાત કરો ત્યારે ઉશ્કેરાઇને પોલીસ ક્રમી ને હાઇવે પર લાફો જીકી દીધો હતો અને જાન થી મારી નાખવાની ધમકી આપી હતી અને પોલીસ કર્મી એ ફરિયાદ દાખલ કરતા. કલમ 323.332 અને 189 .294B.506(2),114 ની કલમ લગાડવામાં આવી
અલ્તાફ મેમણ પાલનપુર
એક ભારત ન્યૂઝ પાલનપુર