ધોરણ ૧૦ ની બોર્ડની પરીક્ષામાં કુલ ૨૪,૨૬૮ અને ધોરણ ૧૨ માં કુલ ૧૫૬૫૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજ્ય સહિત સાબરકાંઠા જિલ્લામાં આગામી ૧૧ માર્ચે યોજાનાર ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી.
રાજયમાં બોર્ડની પરીક્ષાના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પોતાના ભવિષ્યની ચિંતા અને સારા ગુણ મેળવી ઉજ્જવળ કારકિર્દીની ઝંખના સાથે વિધ્યાર્થીઓ તનતોડ મહેનત કરી રહ્યાં છે. બીજી બાજુ વિધ્યાર્થીઓ નિર્વિઘ્ને અને સ્વસ્થ્ય,સુયોગ્ય વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે જિલ્લાનના વહીવટી તંત્રએ પણ કમરકસી છે. જેને અનુલક્ષીને કલેકટર કચેરી ખાતે પરીક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી.
. બેઠકમાં પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રમાં મોબાઇલ ફોન,સ્માર્ટ વોચ,ટેબલેટ,સ્માર્ટ પેન કે અન્ય કોઇપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ અને અનઅધિકૃત લેખન સામગ્રી સાથે લઈ ન જાય તેમજ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.
જિલ્લામાં ધોરણ ૧૦ ની પરીક્ષા હિંમતનગર અને ઇડર એમ બે ઝોન ખાતે યોજાશે.
તેમજ ધોરણ ૧૨ ની બોર્ડની પરીક્ષા હિંમતનગર ઝોન ખાતે યોજાશે.
ધોરણ ૧૦ ની બોર્ડની પરીક્ષા કુલ ૩૮ કેન્દ્રો અને ૮૨ સ્થળે યોજાશે.
તેમજ ૮૬૯ બ્લોકમાં કુલ ૨૪૨૬૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.જેમાં હિંમતનગર ઝોન ખાતે કુલ ૧૭ કેન્દ્રોની ૪૦ બિલ્ડીંગમાં પરીક્ષા યોજાશે.
તેમજ ૪૨૬ બ્લોકમાં કુલ ૧૧૮૯૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તેમજ ઇડર ઝોનમાં ૨૧ કેન્દ્રોની ૪૨ બિલ્ડીંગમાં કુલ ૧૨૩૭૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે..
ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા ૨૦ કેન્દ્રોના ૪૨ બિલ્ડીંગ ખાતે યોજાશે.તેમજ ૪૨૧ બ્લોકમાં કુલ ૧૨૪૨૩ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા છ કેન્દ્રોની ૧૭ બિલ્ડીંગમાં પરીક્ષા યોજાશે. તેમજ ૧૬૮ બ્લોકમાં કુલ ૩૨૨૭ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 156800
Views Today : 