*બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરના એસટી ડેપોમાં ડ્રાઇવર માટે બનાવેલ વિશ્રામ ગૃહ volvo બસના ત્રણ થી ચાર લેડીઝ કન્ડક્ટરને ફાળવતા એસટી ડ્રાઇવરોને ભારે હાલાકી નો સામનો કરવો પડે છે* અમારા પ્રતિનિધિ સાથે વાત કરતા ડ્રાઇવરોએ જણાવ્યું હતું કે વિશ્રામ ગૃહ ડ્રાઇવરો ને આરામ માટે બનાવેલ હતું પરંતુ વોલ્વો બસના લેડીઝ કંડક્ટરોને ફાળવી દેતા નાઈટ શિફ્ટ ડ્રાઇવરોને આરામ કરવા માટે તકલીફ ઊભી થઈ છે ડ્રાઇવરનું કહેવું છે કે ટૂંક સમયમાં ઉનાળાની શરૂઆત થઈ રહી છે તેવામાં ડ્રાઇવરોને પૂરતી ઊંઘ ન મળે તો ડ્રાઇવિંગ કરવામાં પણ તકલીફનો સામનો કરવો પડે તેમ છે લાંબા ગાળાની એસટીના ડ્રાઇવરો થાક અનુભવી વિશ્રામ કરવાની પૂરતી જરૂર હોય છે વધુમાં જણાવ્યું હતું કે મૌખિક રજૂઆત કરવા છતાં પણ હાલમાં સમસ્યાનું કોઈ નીવાકરણ આવેલ નથી ઉનાળાના ધૂમ તડકામાં પુરુષ ડ્રાઇવરોને આરામ કરવા માટે ધાનેરા બસ સ્ટેન્ડમાં કોઈપણ જાતની વ્યવસ્થા નથી ડ્રાઇવર હોય એ જણાવ્યું હતું કે ઉનાળાની શરૂઆત થાય એના પહેલા ડ્રાઇવરો માટેનો વિશ્રામ ગૃહ ની કોઈ હંગામી વ્યવસ્થા ઊભી કરવામાં આવે
તો ડ્રાઇવરોને આરામ કરવા માટે સરળ રહે અને ડ્રાઇવરને ફ્રેશ થવા માટે પણ સારું રહે. …….. *અલ્તાફ મેમણ પાલનપુર બનાસકાંઠા*