Sunday, October 6, 2024

થરાદ તાલુકાના મંત્રી તરીકે મહેન્દ્રભાઈ.કે.ગોયલ(નાઈ) ની વરણી કરાઈ

થરાદ તાલુકાના મંત્રી તરીકે મહેન્દ્રભાઈ.કે.ગોયલ(નાઈ) ની વરણી કરાઈ

ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લા દ્વારા વિવિધ મોરચાના પ્રમુખ ઉપપ્રમુખ તેમજ મંત્રીની વર્ણી કરવામાં આવી છે ત્યારે જિલ્લા પ્રભારી અને પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કાવડિયા સાથે સંકલન કરી જિલ્લા પ્રમુખ કિર્તીસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા મહામંત્રીઓ તેમજ મંડળ પ્રભારીઓ સહમંત્રીઓ સાથે સંકલન કરી મહામંત્રી કનુભાઈ વ્યાસ દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખ તેમજ મંત્રીની વર્ણી કરવામાં આવી છે ત્યારે થરાદ તાલુકા યુવા મોરચાના મંત્રી તરીકે મહેન્દ્રભાઈ.કે.ગોયલ ની વરણી કરવામાં આવી છે મહેન્દ્રભાઈ.કે.ગોયલ ને મિત્ર મંડળ તેમજ સગા સંબંધીઓ શુભેચ્છાનો વરસાદ વરસાવ્યો હતો વિવિધ સંગઠન દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તેમજ સમાજના યુવાનોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે મહેન્દ્રભાઈ એ ભારતીય જનતા પાર્ટીનો તેમજ અભિનંદન પાઠવનાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો મહેન્દ્રભાઈની વાત કરીએ તો મહેન્દ્રભાઈ લગભગ ૨૦ વર્ષથી ભાજપ સાથે સંકળાયેલા છે અને મહેન્દ્રભાઈ વિસ્તારક તરીકે ગુજરાત બહાર અને રાજ્યોમાં મધ્યપ્રદેશ રાજસ્થાનમાં પણ સેવા આપી ચૂક્યા છે ત્યારે હવે ભારતીય જનતા પાર્ટી થરાદ તાલુકા યુવા મોરચો માં મંત્રી તરીકે વર્ણી કરવામાં આવી છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાહેબ અને અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ બનાસકાંઠા જિલ્લાના સંસદસભ્ય શ્રી પરબતભાઈ પટેલ સાહેબ જિલ્લા પ્રમુખશ્રી કિર્તીસિંહ વાઘેલા સાહેબ અને મહામંત્રી કનુભાઈ વ્યાસ સાહેબ અને થરાદ તાલુકા ભાજપ મોવડી મંડળ સહિત ભારતીય જનતા પાર્ટી નો આભાર વ્યક્ત કર્યો હતો

રીપોર્ટ નરસી એચ દવે લુવાણા કળશ થરાદ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores