*હિંમતનગર ના પાણપુર મા નવીન મકાનનો સ્લેબ તૂટી પડતા બે મઝુરોના ડટાઈ જવાથી કરુણ મૃત્યુ.* હિંમતનગર વિજાપુર રોડ ઉપર હિંમતનગર ને અડીને આવેલ મહેતાપુરા નજીકના પાણપુર સવગઢ ગામે રવિવારે બપોરના સમયે હિબજુરભાઈ રેવાસીયાના ખાનગી માલિકીના મકાનનું કામ ચાલી રહ્યું હતું ,ત્યારે મકાનના ધાબાના એલીવેશન સ્લેબ ના ધાબાનુ સેન્ટીંગ ખોલવા જતા એકા એક તૂટી પડતા નીચે કામ કરી રહેલા બે શ્રમિકો રાજુભાઈ ભીખાભાઈ પરમાર ઉંમર વર્ષ 38 રહેવાસી પરબડા તાલુકો હિંમતનગર તથા સંજયભાઈ સુથાર ઉંમર વર્ષ 48 રહેવાસી પરબડા તાલુકો હિંમતનગર ઉપર આ સ્લેબ તૂટી પડતા બંને શ્રમિકો મલબા નીચે દબાઈ ગયા હતા .ઘટનાની જાણ તાત્કાલિક ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડ ટીમે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એ જે ગોસ્વામી પણ પોલીસ ટીમ સાથે ઘટના સ્થળે આવી ક્રેન બોલાવી રાહત કામગીરીમાં જોડાયા હતા અને શ્રમિકોને બચાવવા કામગીરી હાથ ધરી હતી. પરંતુ ગંભીર ઇજાઓના કારણે બંને શ્રમિકોના ઘટના સ્થળે જ મોત નીપજતા ફાયર બ્રિગેડ ટીમે દટાયેલા રાજુભાઈ પરમાર અને સંજયભાઈ સુથાર ના મૃતદેહો બહાર કાઢી પીએમ માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.
ઘટનાનો જાણ આજુબાજુના લોકોને થતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને સ્લેબ તૂટી પડવાથી બે મજૂરોના મોત થવાની ઘટના પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. મૃત્યુ પામનાર ના સ્વજનો સ્થળ ઉપર આવી પહોંચતા તેઓ એ ભારે આકરૂન્દ કર્યું હતું જેટી વાતાવરણ મા શોક નો માહોલ છવાઈ ગયો હતો. રિપોર્ટર : – જીગરદવે
…