એ.સી.બી.ની સફળ ટ્રેપ કેસ
ફરીયાદી- એક જાગૃત નાગરીક
આરોપી
(૧) અક્ષયકુમાર નારણભાઈ પ્રજાપતી (આર.ટી.ઓ. એજન્ટ -પ્રજાજન) રહે. ગામ- ચંડિસર, તા. પાલનપુર, જિલ્લો- બનાસકાંઠા.
(ર) અકીલહુસૈન સલીમહુસૈન સૈયદ, (આર.ટી.ઓ. એજન્ટ -પ્રજાજન) રહે.-આનંદનગર, જામપુરા સ્કુલ પાછળ, પાલનપુર, તા. પાલનપુર, જિલ્લો- બનાસકાંઠા.
લાંચની માંગણીની રકમ : રૂ. 3,300/-
લાંચની સ્વીકારેલી રકમ : રૂ. 3,300/-
લાંચની રીકવર રકમ : રૂ. 3,300/-
ટ્રેપની તારીખ: તા.04/03/2024
ટ્રેપનું સ્થળ :- ગૌસ્વામી ઓનલાઈન (આરોપીની) દુકાનમાં, સત્યમ સીટી કોમ્પલેક્ષ, આરટીઓ ઓફિસ ની સામે , પાલનપુર
વિગત:- આ કામના ફરિયાદીને લર્નિંગ લાઇસન્સ કઢાવવાનું હોય જે સારું આરોપી નં. ૧ ને મળતા આરોપી નં.૧ નાઓએ ઓનલાઈન ફોર્મ ભરી કાયદેસરની સરકારી ફી ૯૦૦/- ભરાવ્યા ઉપરાંત કોમ્પ્યુટર ટેસ્ટ આઇ.ટી.આઇ. પાલનપુર ખાતે ડાયરેક્ટ પાસ થવા નું સેટિંગ કરવા સારું રૂ. 3,300/ ની બંને આરોપીઓએ ભેગા મળી માંગણી કરેલ, જે લાંચના નાણા ફરિયાદી આપવા માગતા ન હોય ફરિયારીએ એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપતા ફરિયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરતા, છટકા દરમ્યાન બંને આરોપી સેટિંગ કરવા સારું લાંચના નાણાં માંગી આરોપી નંબર (૧) નાઓ સ્વીકારી બંને આરોપી સાથે હોય બન્ને આરોપી પકડાઇ જઇ ગુન્હો કર્યા બાબત.
નોંધ :- બંને આરોપીઓને એ.સી.બી. એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
ટ્રેપીંગ અધિકારીઃ-
શ્રી એન.એ.ચૌધરી, પો.ઈન્સ.,
બનાસકાંઠા એ.સી.બી.પો.સ્ટે., પાલનપુર.
સુપરવિઝન અધિકારીશ્રી :-
શ્રી કે.એચ.ગોહિલ, મદદનીશ નિયામકશ્રી,
એ.સી.બી. બોર્ડર એકમ, ભુજ.