ગુરુ શિષ્યનું અનેરું મિલન યોજાયું
ખેડબ્રહ્મા ની શેઠ કે. ટી. હાઈસ્કૂલ મા 1985 ના વર્ષ મા ધોરણ 10 મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા તેમને ભણાવતા ગુરુજીઓ નું અનોખું મિલન અમદાવાદ ના શેલા કનેઠી જલિયાણ ફાર્મ હાઉસમા સુંદર અને નયનરમ્ય વાતાવરણ મા યોજાયું
જેમાં 70જેટલાં વિદ્યાર્થી ઓ અને 20જેટલાં ગુરુજીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં જોષી સાહેબ મનોરમાબેન જાયવંદા બેન સુમન બેન કોદરભાઈ મોતીભાઈ ભાનુભાઇ જગદીશ ભાઈ દેવજીભાઈ ભગવાનભાઇ ભાસ્કરભાઈ કનુભાઈ સોની ભીમજીભાઈ અશોકભાઈ પંચાલ સાહેબ મોનાભાઇ રમણભાઈ વગેરે ગુરુજીઓ હાજર રહ્યા હતા શિષ્યો એ પોતાના સંસ્મરણો આગવી શૈલી મા રજુ કરી પોતાના જીવન ઘડતર મા ગુરુ નું સ્થાન હૃદયસ્થ છેએવુ જણાવ્યું ત્યારે લાગણી સભર દ્રષ્યો જોવા મળ્યા.ગુરુજીઓ એ પણ પોતાના યાદગાર પ્રસંગો રજુ કર્યા હતા
શિષ્યો એ ગુરુ વંદના કરી ઋણ સ્વીકાર કર્યા હતા ત્યારબાદ સંગીત ખુરશી ખોખો ગરબા દ્વારા આનંદ પ્રમોદ સાથે ભોજન લઇ સૌ ખુશી ખુશી છુટા પડ્યા આ તમામ સૌજન્ય રાજુ ચાવલાદ્વારા પ્રાપ્ત થયું હતું
આ કાર્યક્રમ ને સફળ બનાવવા જગદીશ ભાઈ ભટ્ટ સાહેબ વિપુલ રાવલ તથા ભવાનીસિંહ બાપુ એ જહેમત ઉઠાવી હતી.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891