Wednesday, October 23, 2024

સાબરકાંઠા જિલ્લાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા વડાલી તાલુકા માં મહા મતદાન યોજાયું

સાબરકાંઠા જિલ્લાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા વડાલી તાલુકા માં મહા મતદાન યોજાયું

 

વડાલી તાલુકા ના શિક્ષકો સહિત તમામ કર્મચારીઓ ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરી શટ ડાઉન,પેન અને ચોક ડાઉન કાર્યક્રમ માં જોડાયા

 

છેલ્લા ત્રણેક વર્ષથી શિક્ષકો સહિતના તમામ કર્મચારીઓ જૂની પેન્શન પુન: લાગુ કરવા માટે અને અન્ય પડતર પ્રશ્નો માટે આંદોલન ચલાવી રહ્યા છે,વિધાનસભાની ચૂંટણી પહેલાં પાંચ મંત્રીઓની કમિટીએ વર્ષ 2005 પહેલાં નિમણુંક પામેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવાનો સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો હતો,વખતોવખત રજુઆત કરવા છતાં ઠરાવ બહાર પાડેલ નથી. જિલ્લા સંગઠન ના અધ્યક્ષ અને જિલ્લા ચૂંટણી આધિકારી ગીરીશભાઈ બ્રહ્મભટ્ટ સહિત તમામ હોદ્દેદારશ્રીઓ શિક્ષકો સહિતના વડાલી તાલુકા ના કર્મચારીઓ પોતાની માંગણીઓ માટે મહા મતદાન કર્યું

જેમાં સાબરકાંઠા જિલ્લા ના વડાલી તાલુકા ની પે સેન્ટર શાળાએ ચૂંટણી મથકમાં એક એક પ્રિસાઈડિંગ ઓફિસરની નિમણુંક કરવામાં આવી હતી,પે સેન્ટર ઉપર તમામ શિક્ષકો તેમજ તલાટી મંત્રીઓ ગ્રામ્ય લેવલના અન્ય કર્મચારીઓ મત પત્રકમાં પોતાની માંગણીઓ સામે ટિક માર્ક કરી મતદાન કર્યું હતું. એવી જ રીતે જિલ્લા પંચાયત અને જિલ્લા સેવાસદન ખાતે તેમજ તાલુકા પંચાયત અને તાલુકા સેવાસદન, પોલીસ સ્ટેશન,સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પણ કર્મચારીઓ મતદાન કરે તેવા પ્રયત્નો કરાયા હતા,સમગ્ર જિલ્લામાં 7000 હજાર થી વધુ મતપત્રો અને મતપેટીઓ તૈયાર કરવામાં આવી હતી.6 માર્ચ 2024 ના રોજ શિક્ષકો સહિતના કર્મચારીઓ મહા મતદાન કર્યું હતું.

સાથે સાથે ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરી શટ ડાઉન,પેન ડાઉન,ચોક ડાઉન કાર્યક્રમ કર્યો વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી શિક્ષકોની ઓનલાઈન હાજરી, મધ્યાહ્નન ભોજનની ઓનલાઈન હાજરી તેમજ અન્ય કોઈપણ પ્રકારની ઓનલાઈન કામગીરીથી અળગા રહ્યા,સમગ્ર દિવસ દરમ્યાન ચોકથી પણ અળગા રહી વિદ્યાર્થીઓને રમત ગમત અને અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓ જ કરાવી હતી,સાંજે તમામ તાલુકાઓમાંથી મતપેટીઓ જિલ્લા મથકે આવશે અને જિલ્લા મથકે મતપત્રોની ગણતરી થશે અને રાજ્યકક્ષાએ રિપોર્ટિંગ કરવામાં આવશે આમ શિક્ષકો સહિતના તમામ કર્મચારીઓ હાલ પોતાની માંગણીઓ માટે લડી લેવાના મૂડમાં છે.

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores