Friday, June 21, 2024

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવા-સુવિધાની સરવાણી

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવા-સુવિધાની સરવાણી

 

અંગદાનના સેવાયજ્ઞમાં સ્કીનદાનનો ઉમેરો :

આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે આરોગ્યલક્ષી નવીન પ્રકલ્પો દર્દીઓની સેવામાં સમર્પિત

સરકારી હોસ્પિટલમાં રાજ્યની સૌથી મોટી સ્કીન બેંક, નવીન CT SCAN, દર્દી સુવિધા કેન્દ્ર અને પેશન્ટ ગોલ્ફ કાર્ટ સેવાનો શુભારંભ કરાવતા આરોગ્યમંત્રી

 

અમદાવાદ સિવિલ હોસ્પિટલમા અંદાજીત રૂ. 7 કરોડની રકમથી કાર્યરત થઇ નવીન આરોગ્યલક્ષી સેવાઓ

વિકસિત ગુજરાત થી વિકસિત ભારત-2047ની સંકલ્પપૂર્તિમાં સરકાર સાથે સેવાભાવી સંસ્થાઓ અને સમાજ પણ જોડાયો છે :- આરોગ્યમંત્રી

 

શું તમે જાણો છો ?

• જે વ્યક્તિએ મૃત્યુબાદ સ્કીનનું દાન કરવાનો સંકલ્પ કર્યો હોય અથવા મૃત્યુ પછી નજીકના સગા તરફથી સ્કીન ડોનેશન કરવાની સહમતિ આપવામાં આવી હોય તેવા 18 વર્ષથી વધુ વયના કોઇપણ બ્લડ ગ્રુપ ધરાવતા દર્દી સ્કીન ડોનેશન કરી શકે છે.

 

• મૃત્યુના ૬ કલાકની અંદર સ્કીનનું દાન લેવામાં આવે છે. સ્કીન બેંકમાં રહેલી(ખાસ પ્રોસેસ કરેલી) ચામડીનો ૫ વર્ષ સુધી ઉપયોગ કરી શકાય છે

 

• દાઝી ગયેલા કે અન્ય એકસીડન્ટમાં જે દર્દીઓને ચામડી લગાવવાની જરૂર પડે છે તેવા ૬૦૦ થી વધારે ચામડી લગાવવાના ઓપરેશન સિવિલ હોસ્પિટલમાં દર વર્ષે કરાય છે

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આજે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે વિવિધ આરોગ્યલક્ષી નવીન પ્રકલ્પોનું લોકાર્પણ કરીને દર્દીઓની સેવામાં કાર્યરત કરાવ્યા હતા.

 

જેમાં રોટરી કલ્બ કાંકરીયાના સહયોગથી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં રૂ. 48 લાખના ખર્ચે તૈયાર કરાયેલ રાજ્યની સૌથી મોટી સરકારી સ્કીન બેંક, અંદાજીત રૂ. 6.25 કરોડનું ૧૨૮ સ્લાઇસનુ GE સી.ટી. સ્કેન મશીન , બેંક ઓફ બરોડાના સહયોગથી સિવિલ હોસ્પિટલની ઓ.પી.ડી. ખાતે અંદાજીત રૂ.૨.૬૦ લાખની કિંમતથી તૈયાર કરાયેલ નવીન દર્દી સુવિધા કેન્દ્ર (Facilitation centre), Astra Foundation દ્વારા અંદાજીત રૂ. ૫.૫૦ લાખ અને કેનેરા બેંક તરફથી રૂ.૫.૭૦ લાખની મળેલ પેશન્ટ ગોલ્ફ કાર્ટ સેવાનો આજે મંત્રી શ્રીના હસ્તે શુભારંભ થયો હતો.

તદુપરાંત રોટરી ક્લબ કાંકરીયા દ્વારા ૧૨૦૦ બેડ હોસ્પિટલની સામે બાળ ઉધાનના ડેવલોપમેન્ટ કરવા માટે રૂ. ૧૨ લાખનો ચેક સિવિલ હોસ્પિટલ અમદાવાદને આપવામાં આવ્યો હતો.

સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્યલક્ષી સેવાઓમાં ઉમેરો થયેલ આ તમામ પ્રકલ્પો હોસ્પિટલમાં આવતા દર્દીઓની આરોગ્ય સુખાકારીમાં વધારો કરશે તેમ મંત્રી શ્રી એ આ ક્ષણે જણાવ્યું હતુ.

 

વિકસિત ગુજરાત થી વિકસિત ભારત-2047 સંકલ્પપૂર્તિમાં સરકાર સાથે , સમાજ અને સેવાભાવી સંસ્થાઓ પણ કદમ થી કદમ મિલાવીને આગળ વધી રહી છે તેનું ઉત્તમ ઉદાહરણ આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે જોવા મળ્યું છે તેમ મંત્રી શ્રી એ કહ્યું હતુ.

 

આ સેવાઓના શુભારંભ પ્રસંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી , એડિશન સુપ્રીટેન્ડન્ટ ડૉ. રજનીશ પટેલ, તમામ વિભાગના વડા, મોટી સંખ્યામાં તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતા.

 

રાજ્યની સૌથી મોટી સ્કીન બેંકની વિશેષતા:-

 

સિવિલ હોસ્પિટલ અમદાવાદની સ્કીન બેંક રાજ્ય સરકાર અને રોટરી ક્લબ કાંકરીયાના સહયોગથી તૈયાર કરાઇ છે. આ સ્કીન બેંક અમદાવાદ શહેરની પ્રથમ અને રાજ્યની સૌથી મોટી સ્કીન બેંક છે. રોટરી ક્લબ કાંકરીયા દ્વારા અંદાજીત રૂ. ૪૮ લાખ રૂપિયાના સાધનો ડોનેટ કરવામાં આવેલ છે અને આ સ્કીન બેંક બર્ન્સ અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ ધ્વારા ચલાવવામાં આવશે.

વ્યક્તિની ચામડી (ચામડીનું પડ) લઇ જરૂરી ટેસ્ટ કરીને સાચવવામાં આવે છે અને કોઈપણ દર્દી કે જેમની ચામડીનો નાશ થયેલ હોય જેમકે દાઝી ગયેલ, એકસીડન્ટ બાદ કે અન્ય કોઈપણ કારણોસર ચામડીનો નાશ થયેલ હોય અને તેમની પોતાની ચામડી લગાવવા માટે મેડીકલી ફીટના હોય અથવા તો બહુ મોટો ઘા હોય કે જ્યાં દર્દીની પોતાની ચામડીથી સંપૂર્ણ ઘા ઢાંકવો શક્ય ના હોય તેવા સંજોગોમાં આ સ્કીન બેંકમાં રહેલ ચામડીનો ઉપયોગ કરી શકાય છે.

મૃત્યુના ૬ કલાકની અંદર ચામડી લેવામાં આવે છે. સ્કીન બેંકમાં રહેલી(ખાસ પ્રોસેસ કરેલી) ચામડીનો ૫ વર્ષ સુધી ઉપયોગ કરી શકાય છે.

 

સિવિલ હોસ્પિટલ માં બર્ન્સ અને પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં વર્ષમાં આશરે ૪૦૦ થી વધારે દાઝેલા દર્દી દાખલ થાય છે અને અન્ય એકસીડન્ટના દર્દીઓ કે જેમને ચામડી લગાવવાની જરૂર પડે છે તેવા ૨૦૦ થી વધારે ચામડી લગાવવાના ઓપરેશન કરવામાં આવે છે. આ સ્કીન બેંક આવા દર્દીઓની સારવારમાં ખુબ જ મદદરૂપ બની રહેશે.

 

CT Scanner 128 Slice machine ની વિશેષતા :-

 

સિવિલ હોસ્પિટલ, અમદાવાદના જી-૨ ખાતે ગુજરાત સરકાર દ્વારા રૂ.૬.૨૫ કરોડનું ૧(એક) GE CT Scanners 128 Slice No of Acquisition Channels 64 with spatial resolution મશીન કાર્યરત થયું છે. આજ રીતે રાજ્યની કુલ ૯ સંસ્થાઓને ગુજરાત સરકાર દ્વારા એક-એક CT Scanners 128 Slice મશીન મળ્યું છે. આ મશીનથી સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે આવતાં દર્દીઓને ખુબ જ બહોળા પ્રમાણમાં લાભ મળી રહેશે અને સીટી સ્કેન કરાવવાનો સમયગાળો ઓછો થશે.

 

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores