પ્રાંતિજ ખાતે આંતરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો
સાબરકાંઠા જિલ્લામાં આંતરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલા અને બાળ વિકાસ કચેરી દ્વારા આયોજીત કાર્યક્રમ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભારતીબેન પટેલની અધ્યક્ષતામાં ચિત્રિણી કોલેજ પ્રાંતિજ ખાતે યોજાયો હતો
દર વર્ષે ૮ મી માર્ચ “આંતરરાષ્ટ્રીય મહિલા દિન’ તરીકે ઉજવવામાં આવે છે. રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા દિન નિમિત્તે મહિલાઓને માન સન્માન સાથે મહિલાઓની શક્તિને ઉજાગર કરી તેઓની ક્ષમતાને ઉત્સાહિત તેમજ પ્રેરિત કરવા દર વર્ષ અલગ અલગ થીમ આધારીત આ દિવસની ઉજવણી કરવામાં આવે છે
વર્ષ ૨૦૨૪ માટે ૮ મી માર્ચ આંતરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ “Invest in Women: Accelerate Progress” સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરવામાં આવી છે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીએ જણાવ્યું હતુ કે વર્તમાન સમયમાં મહિલાઓએ સામાજિક અને આર્થિક વિકાસમાં પુરૂષો સાથે કદમથી કદમ મિલાવ્યા છે. ભારતના વિકાસમાં મહિલાઓની સરખી ભાગીદારી છે. મહિલાઓ પોતાના કાર્ય પ્રત્યે ખુબ જ સભાન અને પ્રામાણિકતાથી કાર્ય કરે છે. આ પ્રસંગે તેઓએ ઘર સંભાળતી મહિલાઓના કાર્યને પણ બીરદાવ્યું હતું. બાળકથી લઈ ઘરના તમામ સભ્યોની નાની જરૂરીયાતોનુ ધ્યાન રાખતી ગૃહિણી હોય કે ઘરની બહાર નીકળી આર્થિક જવાબદારી નીભાવતી મહિલાઓ હોય તેમના કાર્યનુ મહત્વ સમાજ માટે ખુબ જ મહત્વનુ છે.
આ કાર્યક્રમમાં વ્હાલી દિકરી યોજના,ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના લાભાર્થીઓને મંજૂરી હુકમ આપવામાં આવ્યા હતા. સાથે જ જિલ્લાની તેજસ્વી દિકારીઓને સન્માનિત કરવામાં આવી હતી.મહિલાઓને ૧૮૧ અભયમ અંગે જાણકારી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મહિલા અને બાળ સમિતિના પૂર્વ ચેરમેનશ્રી રેખાબા ઝાલા, પ્રાંતિજ નગરપાલિકા પૂવ પ્રમુખશ્રી ગીતાબેન,અગ્રણીશ્રી લીલાબેન વ્યાસ, અગ્રણીશ્રી જીજ્ઞાબેન સોની, પ્રોગ્રામ ઓફિસર આઇસીડીએસશ્રી કે એસ ચારણ, જિલ્લા મહિલા બાળ અધિકારીશ્રી નીતાબેન ગામી સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891