Sunday, October 6, 2024

તા.૧૦/૦૩/૨૦૨૪ ને રવિવાર ના રોજ અમાસ છે ત્યારે પાળીયાદ જગ્યા ના લાખો શ્રઘ્ધાળુ ભક્તો આ દિવસ ની રાહ જોઈ રહ્યા હોય છે

|| શ્રી જાનકી વલ્લભો વિજયતે ||

|| જય વિહળાનાથ ||

 

સૌરાષ્ટ્ર ની પ્રખ્યાત અને

જગ વિખ્યાત એવી દેહાણ પરંપરા ની પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યા વિહળધામ પાળીયાદ ખાતે આવતી તા.૧૦/૦૩/૨૦૨૪ ને રવિવાર ના રોજ અમાસ છે ત્યારે પાળીયાદ જગ્યા ના લાખો શ્રઘ્ધાળુ ભક્તો આ દિવસ ની રાહ જોઈ રહ્યા હોય છે…

ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર શ્રી વિહળનાથ ના દર્શન અને માથું ટેકવવા અને જગ્યા ના ગાદીપતિ મહંત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુ ના દર્શન તેમજ ધજાજી ને નમન કરવા સૌરાષ્ટ્ર ભર માંથી વિહળ પરિવાર સેવક સમુદાય ઉમટી પડે છે અને પ્રભુ પાસે પોતાની માનતા અને પ્રાર્થના કરે છે

પાળીયાદ જગ્યા માં વર્ષો થી અમાસ ના દર્શન નું ખુબજ મહત્વ છે અને સેવક સમુદાય નો લોક-મેળો ભરાય છે…

સહું ભક્તો ભજન ભોજન ના હરિહર કરી અને જય સિયારામ જય વિહળાનાથ ના નાદ સાથે આનંદ પ્રમોદ થી આખો દિવસ અહીં વિતાવી ને રવાના થાય છે…

આવતી અમાસ ના પવિત્ર દિવસે તા.૧૦/૦૩/૨૦૨૪ ને રવિવાર ના રોજ પાળીયાદ જગ્યા ખાતે સવારે ૧૦:૦૦ કલાકે ઝાલાવાડ ના વાંકાનેર સ્ટેટ ના રાજવી પરિવાર ના શ્રીમાન કેસરીદેવસિંહજી ઝાલા ને તાજેતર માં ભારત સરકાર દ્વારા રાજ્યસભા ના સાંસદ તરીકે નિમણુક કરેલ હોય એના અનુસંધાને પાળિયાદ જગ્યા ના મહંત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુ ના આશીર્વચન તેમજ જગ્યા ના સંચાલક એવા પૂજ્યશ્રી ભયલુબાપુ ના હસ્તે સત્કાર સન્માન કાર્યક્રમ નું આયોજન રાખેલ છે…

જેમાં સમસ્ત ગુજરાત પ્રદેશ ના તમામ ક્ષત્રિય સમાજ ના સામાજિક અને રાજકીય વડીલ આગેવાનો તેમજ યુવા આગેવાનો સહિત પાળીયાદ ગામ ના મોભીઓ તેમજ વિહળ પરિવાર સેવક સમુદાય ના વડીલો – યુવાનો સહિત તમામ લોકો દ્રારા ફૂલહાર તેમજ પુષ્પગુચ્છ ભેટ સોગાત અને સાલ ઓઢાડી તેઓનું શાબ્દીક સત્કાર સન્માન નો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ છે તો તમામ ને જાહેર નિમંત્રણ પણ પાઠવવામાં આવેલ છે…

અહેવાલ કનુભાઈ ખાચર

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores