Sunday, October 6, 2024

થરાદ તાલુકામાં 181 મહિલા અભયમ ટીમ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવેલી

થરાદ તાલુકામાં 181 મહિલા અભયમ ટીમ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવેલી .

8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે થરાદ તાલુકામાં ધરણીધર નગર માં હડકવાઈ માતાજીના મંદિરે થરાદ 181 અભયમ ટીમ દ્વારા બેનોને એકત્રિત કરી 24*7 કાર્યરત 181 મહિલા અભયમ હેલ્પલાઇન વિશેની માહિતી આપવામાં આવેલ . તેમજ બહેનોને મહિલાઓ પર થતા શારીરિક માનસિક કે જાતીય અત્યાચાર ઘરેલુ હિંસા સહિતના અન્ય પ્રકારની હિંસાના કિસ્સામાં મળતી મદદ માટેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ. તેમજ કિશોરીઓને યોગ્ય સલાહ સુચન અને માર્ગદર્શન આપવામાં આવેલ. તેમજ 181 એપ્લિકેશન , સરકારશ્રીની મહિલા લક્ષી જુદી જુદી યોજનાઓ વિશે પણ માહિતી આપવામાં આવેલ.

આમ 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલાઓમાં જાગૃતતા લાવવાનો પ્રયત્ન કરવામાં આવેલ.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores