Friday, June 14, 2024

જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવેએ પરીક્ષાર્થીઓને પુષ્પ આપી, મોં મીઠું કરાવીને શુભેચ્છા પાઠવી

જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવેએ પરીક્ષાર્થીઓને પુષ્પ આપી, મોં મીઠું કરાવીને શુભેચ્છા પાઠવી

 

જિલ્લા-તાલુકાના અધિકારીઓ જુદા-જુદા પરીક્ષા કેન્દ્રે પર ઉપસ્થિત રહી વિધ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી

સમગ્ર રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શરૂ થયેલી ધોરણ- ૧૦ (SSC) અને ૧૨ (HSC) ની જાહેર પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તેમજ વિધાર્થીઓ તનાવમુક્ત બની પરીક્ષા આપે તે જરૂરી છે. બોર્ડની આ જાહેર પરીક્ષાઓના પ્રારંભે સવારે ધોરણ-૧૦ના પરીક્ષાર્થીઓને હિંમત હાઇસ્કૂલ હિંમતનગર ખાતે જિલ્લા કલેક્ટર શ્રી નૈમેષ દવે , જિલ્‍લા શિક્ષણાધિકારી સુશ્રી મીતાબેન ગઢવીએ પરીક્ષાર્થીઓને ગુલાબના પુષ્પો આપી સાકરથી મોઢું મીઠું કરાવીને તનાવમુક્ત થઈ પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ સાથે ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થાઓ ઉભી કરવા સાથે જરૂરી પ્રાથમિક સારવારની પુરતી દવાઓની સુવિધા દરેક પરીક્ષા કેન્દ્ર પર કરવામાં આવી છે.

 

આ સાથે જિલ્લા તાલુકાના તમામ અધિકારીઓને જુદા-જુદા પરીક્ષા કેન્દ્રો પર ઉપસ્થિત રહી વિધ્યાર્થીઓને પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ સાથે ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores