Wednesday, October 23, 2024

જિલ્લામાં ધો.૧૦ની બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે શાંતિપૂર્ણ માહોલમાં ૧૮ ૪૫૮

જિલ્લામાં ધો.૧૦ની બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે શાંતિપૂર્ણ માહોલમાં ૧૮ ૪૫૮

વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી

 

ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના ભૌતિક વિજ્ઞાન વિષયમાં ૩૧૭૬ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી

 

સાબરકાંઠા જિલ્લામાં ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા પ્રથમ દિવસે શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે જિલ્લા સમાહર્તા શ્રી નૈમેષ દવે દ્રારા હિંમતનગર ની હિંમત હાઇસ્કૂલ ખાતે વિધ્યાર્થીઓને પુષ્ય આપીને શુભેચ્છઓ પાઠવવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લામાં પરીક્ષાના પ્રથમ દિવસે એસ.એસ.સી ના ૩૮ કેન્દ્રો પરથી ૧૮,૪૫૮ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી.. જ્યારે ધોરણ ૧૨ના ૪૯૦૪ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી હતી.

 

સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ – ૧૦ અને ધોરણ – ૧૨ સામાન્ય પ્રવાહ /વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા- ૨૦૨૪નો પ્રારંભ તા.૧૧ માર્ચ ૨૦૨૪ના રોજ થયો છે.

 

બોર્ડની પરીક્ષાના પ્રમથ દિવસે ધોરણ ૧૦માં હિંમતનગર ઝોનમાં ગુજરાતી પ્રથમ ભાષા (૦૧)નવું વિષયમાં ૮૯૨૦ વિધ્યાર્થીઓ પૈકી ૮૬૩૧ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જ્યારે ૨૮૯ વિધ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા. જેમાં કુલ ૧૦૦ દિવ્યાંગ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને ૮ દિવ્યાંગ વિધાર્થી ગેર હાજર રહ્યા હતા. અંગ્રેજી પ્રથમ ભાષા (૦૪) નવું વિષયમાં ૬૬૭ વિધ્યાર્થીઓ પૈકી ૬૨૯ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ૩૮ વિધ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ઇડર ઝોનમાં ગુજરાતી પ્રથમ ભાષા (૦૧)નવું વિષયમાં ૯૨૫૨ વિધ્યાર્થીઓ પૈકી ૮૯૩૦ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જ્યારે ૩૨૨ વિધ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા. જેમાં ૪૨ દિવ્યાંગ વિધાર્થીઓએ પરીક્ષા આપી બે ગેર હાજર રહ્યા. અંગ્રેજી પ્રથમ ભાષા (૦૪) માં ૨૫૯ વિધ્યાર્થીઓ પૈકી ૨૫૪ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ૫ વિધ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. સાહિત્યમ (૫૦૨) વિષયમાં ૧૪ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. એમ મળી કુલ ૧૮૪૫૮ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

 

ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના ભૌતિક વિજ્ઞાન વિષય(૦૫૪)માં કુલ ૩૨૦૭ વિધ્યાર્થીઓ પૈકી ૩૧૭૬ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ૩૧ વિધ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા. જેમાં ગુજરાતી માધ્યમમાં ૨૯૪૫ અને અંગ્રેજી માધ્યમમાં ૨૩૧ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધો.૧૨ સામાન્ય પ્રવાહના નામાના મૂળ તત્વો (૧૫૪) વિષયમાં કુલ ૧૬૮૬ વિધાર્થીઓ પૈકી ૧૬૭૪ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને ૧૨ વિધ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા. જેમાં ગુજરાતી માધ્યમમાં ૧૪૪૮ વિધ્યાર્થીઓ પરીક્ષા આપી ૧૨ ગેર હાજર અને અંગ્રેજી માધ્યમમાં ૨૨૬ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં ૭ દિવ્યાંગ વિધાર્થીઓ હતા. સહકાર પંચાયત(૧૧૧) વિષયમાં ગુજરાતી માધ્યમમાં ૫૪ વિધ્યાર્થીઓ પૈકી ૫૩ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જેમાં એક વિધ્યાર્થી ગેર હાજર રહ્યો હતો. એમ જિલ્લા શિક્ષણાધિકારીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores