Sunday, October 6, 2024

હિંમતનગર ખાતે વડાપ્રધાનશ્રીનો વર્ચ્યુઅલ કાર્યક્રમ મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારની ઉપસ્થિતિમાં યોજાયો

હિંમતનગર ખાતે વડાપ્રધાનશ્રીનો વર્ચ્યુઅલ કાર્યક્રમ મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારની ઉપસ્થિતિમાં યોજાયો

 

“નમસ્તે યોજના” સફાઈ કર્મચારીઓ માટે સલામતી અને ગૌરવ પ્રદાન કરનારી યોજના છે

મંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર

જીલ્લામાં વિવિધ યોજનાઓ હેઠળ સફાઇ કામદાર લાભાર્થીઓને ૨૪૬૪.૭૧ લાખની લોન સહાય ચૂકવાઇ

સાબરકાંઠા જિલ્લામાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તેમજ અન્ન નાગરિક પુરવઠા (રાજ્યકક્ષા) મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારની ઉપસ્થિતિમાં ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા સામાજિક ઉત્થાન અને રોજગાર આધારીત જન કલ્યાણ (PM SU-RAJ) પોર્ટલ લોન્ચિંગ કાર્યક્રમ ડૉ.નલિનકાન્ત ગાંધી ટાઉન હોલ, હિંમતનગર ખાતે યોજાયો હતો.

આ કાર્યક્રમમાં રાજ્યકક્ષા મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારે જણાવ્યુ હતુ કે કેન્દ્ર અને રાજય સરકાર હંમેશા છેવાડાના માનવીની પ્રાથમિક જરૂરીયાતો સંતોષાય અને તેમનો સર્વાંગી વિકાસ થાય તે માટે પ્રયત્નશીલ રહી છે. વડાપ્રધાનશ્રીએ સ્વચ્છતા અભિયાન થકી દેશને સ્વચ્છ કરવાનું ભગીરથ કાર્ય કર્યુ છે. જેમાં સૌથી વધુ યોગદાન સફાઈ કર્મચારીઓનું રહ્યુ છે. “નમસ્તે યોજના” સફાઈ કર્મચારીઓ માટે હિતકારી છે.

વધુમાં તેઓએ ઉમેળ્યુ હતુ કે જિલ્લામાં કુલ ૮૨ સફાઇ કામદાર લાભાર્થીઓને છ્યાશી લાખ ચોત્રીસ હજારથી વધુ લોન ધીરાણ અપાયુ છે. ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના હેઠળ ૧૯૬ લાભાર્થીઓને રૂ.બે કરોડ પાંત્રીસ લાખથી વધુની સહાય અપાઇ છે. જીલ્લામાં વિવિધ યોજનાઓ હેઠળ કુલ ૨૪૭૧ સફાઇ કામદાર લાભાર્થીઓને ૨૪૬૪.૭૧ લાખની લોન સહાય ચૂકવાઇ છે.

કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે પીએમ- સુરજ રાષ્ટ્રીય પોર્ટલનું વર્ચ્યુંઅલ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું અને વર્ચ્યુઅલ કાર્યક્રમને નિહાળ્યો હતો.

આ કાર્યક્રમમાં માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું.

 

સાબરકાંઠા જિલ્લા સહિત દેશના ૫૨૨ જિલ્લાઓના ૧ લાખથી વધુ SC, OBC અને સફાઇ કામદારોને ક્રેડિટ સપોર્ટ તથા “નમસ્તે” યોજના અંતર્ગત સફાઈ કામદારોને આયુષ્યમાન હેલ્થકાર્ડ અને “પીપીઇ કીટ” વિતરણ કરવામાં આવ્યુ હતુ.

 

આ કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારા, હિંમતનગર ધારાસભ્યશ્રી વી.ડી ઝાલા, નગરપાલિકા પ્રમુખશ્રી વિમલકુમાર ઉપાધ્યાય, તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભુમિકાબેન પટેલ, સાબરડેરી પૂર્વ ચેરમેનશ્રી જેઠાભાઈ,કલેક્ટરશ્રી નૈમેષ દવે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores