Saturday, December 21, 2024

જિલ્લામાં ધો.૧૦ની બોર્ડની પરીક્ષાના ગણિત વિષયમાં ૨૦,૯૯૭

જિલ્લામાં ધો.૧૦ની બોર્ડની પરીક્ષાના ગણિત વિષયમાં ૨૦,૯૯૭

વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી

 

ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના રસાયણ વિજ્ઞાન વિષયમાં ……. વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી

 

 

સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ – ૧૦ અને ધોરણ – ૧૨ સામાન્ય પ્રવાહ /વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા- ૨૦૨૪નો પ્રારંભ તા.૧૧ માર્ચ ૨૦૨૪ના રોજ થયો છે.

 

બોર્ડની પરીક્ષામાં ધોરણ ૧૦માં ઇડર ઝોનમાં બેઝીક ગણિત (૧૮) વિષયમાં ૧૦૪૨૩ વિધ્યાર્થીઓ પૈકી ૧૦૦૪૫ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જ્યારે ૩૭૮ વિધ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા. જેમાં ૪૧ દિવ્યાંગ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને એક દિવ્યાંગ વિધાર્થી ગેર હાજર રહ્યા હતા. અંગ્રેજી માધ્યમ બેઝીક ગણિત (૧૮) વિષયમાં ૧૭૬ વિધ્યાર્થીઓ પૈકી ૧૭૧ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ૫ વિધ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

સ્ટાન્ડર ગણિતમાં ગુજરાતી માધ્યમમાં ૪૦૮ વિધાર્થીઓ પૈકિ ૪૦૭ વિધાર્થીઓ પરીક્ષા આપી જ્યારે ૧ ગેર હાજર રહ્યો હતો. અંગ્રેજી માધ્યમમાં ૮૭ વિધાર્થીએ પરીક્ષા આપી હતી. સંસ્કૃત પાઠ શાળા ગણિત વિષયમાં ૧૪ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી.

 

હિંમતનગર ઝોનમાં બેઝીક ગણિત (૧૮) વિષયમાં ૯૪૧૧ વિધ્યાર્થીઓ પૈકી ૯૦૯૨ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ૩૧૯ વિધ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા. જેમાં ૮૧ દિવ્યાંગ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને ૬ દિવ્યાંગ વિધાર્થીઓ ગેર હાજર રહ્યા હતા. અંગ્રેજી માધ્યમ બેઝીક ગણિત (૧૮) વિષયમાં ૪૫૨ વિધ્યાર્થીઓ પૈકી ૪૨૩ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ૨૯ વિધ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

સ્ટાન્ડર ગણિતમાં ગુજરાતી માધ્યમમાં ૫૪૫ વિધાર્થીઓ પૈકિ ૫૩૮ વિધાર્થીઓ પરીક્ષા આપી જ્યારે ૭ વિધાર્થી ગેર હાજર રહ્યા હતા. અંગ્રેજી માધ્યમમાં ૨૩૦ વિધાર્થીઓ પૈકિ ૨૨૦ વિધાર્થીઓએ પરીક્ષા આપી ૧૦ વિધાર્થી ગેર હાજર રહ્યા હતા.

આમ કુલ ૨૧૭૪૬ વિધાર્થીઓ પૈકિ ૨૦૯૯૭ વિધાર્થીઓએ પરીક્ષા આપી ૭૪૯ વિધાર્થી ગેર હાજર રહ્યા હતા.

 

ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના રસાયણ વિજ્ઞાન વિષયમાં કુલ ૩૧૮૧ વિધ્યાર્થીઓ પૈકી ૩૧૪૮ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ૩૩ વિધ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા. જેમાં ગુજરાતી માધ્યમમાં ૨૭૩૭ અને અંગ્રેજી માધ્યમમાં ૪૧૧ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં ૫ દિવ્યાંગ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી. ધો.૧૨ સામાન્ય પ્રવાહના અર્થશાસ્ત્ર (૦૨૨) વિષયમાં કુલ ૧૯૪૩ વિધાર્થીઓ પૈકી ૧૯૨૭ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને .૧૬ વિધ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા. જેમાં ગુજરાતી માધ્યમમાં ૧૬૮૫ વિધ્યાર્થીઓ પરીક્ષા આપી ૧૫ ગેર હાજર અને અંગ્રેજી માધ્યમમાં ૨૪૨ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી એક ગેર હાજર રહ્યા હતા. જેમાં ૫ દિવ્યાંગ વિધાર્થીઓ હતા. એમ જિલ્લા શિક્ષણાધિકારીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores