પાળીયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટમાં સંતોની પધરામણી
આજરોજ પાળીયાદ પરમ પૂજ્ય વિસામણબાપુ ની જગ્યા ના બાલ ઠાકર શ્રી પૃથ્વીરાજ બાપુના 7 માં જન્મદિવસ નિમિત્તે પાળિયાદ પધારેલ સંત શ્રી પૂજ્ય મુક્તાનંદજીબાપુ ચાંપરડા પૂજ્ય સંપૂર્ણાનંદજી બાપુ તથા પૂજ્ય વિચિત્રાનંદજીબાપુ તેમજ પાળીયાદ મહાજન પાંજરાપોળના ટ્રસ્ટી પૂજય શ્રી ભયલુબાપુ અને જગ્યાના સેવકોએ પાળીયાદ મહાજન પાંજરાપોળ ની મુલાકાત લઈ ખૂબ જ હર્ષ વ્યક્ત કરેલ તેમજ જગ્યાના સેવક શ્રી ગિરધરભાઈ અમરશીભાઈ સવાણી તરફથી ₹.30000/ની 200 મણ લીલી નિરાણ અબોલ પશઓને ઘાસચારા રૂપે અર્પણ કરવામાં આવેલછે. શ્રી પાળીયાદ મહાજન પાંજરાપોળ પધારેલા સંતોનું હાર્દિક સ્વાગત કરતા કોટી કોટી વંદન કરે છે.
અહેવાલ કનુભાઈ ખાચર