પોળોના જંગલમાં ટુ વ્હીલર સિવાયના ભારે વાહનો પર પ્રતિબંધ લાગ્યો
સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પ્રવાસન ધામ પોળો ફોરેસ્ટ શારણેશ્વર મંદિર પાસે પ્રવાસીઓની સુવિધા વધારવાના ભાગરૂપે જંગલ વિસ્તારને પોલ્યુશન ફ્રી ઈકો ટુરીઝમ તરીકે વિક્સાવવા માટે જિલ્લા સમાહર્તાશ્રી નૈમેષ દવે દ્રારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જેમાં પોળો વિસ્તારના શારણેશ્વર મંદિરના ફોરેસ્ટ નાકાથી વણજ ડેમ અને વણજ ડેમ થી વિજયનગર તરફ જતા પ્રથમ ત્રણ રસ્તા સુધીના રોડ ઉપર ચાર પૈડા અને તેથી ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
આ જાહેરનામું તા. ૧૯ મે ૨૦૨૪ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતા કલમ ૧૮૮ હેઠળ દંડને પાત્ર થશે.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891






Total Users : 152518
Views Today : 