વડાલી બી.આર.સી ખાતે તાલુકા કક્ષાની ક્વિઝ કોમ્પીટીશન યોજાઈ
વડાલી બી.આર.સી ખાતે સી.ડી.એચ.ઓ સાબરકાંઠાના માર્ગદર્શન હેઠળ આર.કે.એસ.કે કાર્યક્રમ અંતર્ગત વડાલી તાલુકા કક્ષાની ક્વિઝ કોમ્પીટીશન યોજવામાં આવી હતી. જેમાં હાજર રહેલ પિયર એજ્યુકેટરને ગ્રુપ પાડી ગેમ,અન્તાક્ષરી ,રોલ પે જેવી રમત રમાડી એક થી ત્રણ નંબર આપવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં ટી.એચ.ઓ પ્રદીપભાઈ ગઢવી,આયુષ એમઓ મનીષભાઈ કાર્તિક,એસ.કે કાઉન્સિલર, આર.કે.એસ.કે કાઉન્સિલર પિનાજબેન ટીએચવી અને ટી એચ એસ પંડ્યાભાઈ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમના અંતે એક થી ત્રણ નંબરવાળાને પિયર એજ્યુકેટરની ઇનામ આપવામાં આવ્યા હતા.આ કાર્યક્રમ ના અંતે હાજર રહેલા પીએજ્યુકેટેર અને સ્ટાફને ભોજન કરાવી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891