હિંમતનગરમાં કાંકણોલ સ્વામિનારાયણ મંદિરે કિસાન સંમેલન યોજાયું
મધ્યપ્રદેશના કેબિનેટ પ્રધાને કિસાનોને સંબોધ્યા
હિંમતનગર શહેરના કાંકણોલ સ્વામિનારાયણ મંદિરે આજરોજ કિસાન સંમેલન યોજાયું. જેમાં મધ્યપ્રદેશના કેબિનેટ પ્રધાન કૈલાસ વિજયવર્ગીય, લોકસભા સીટના કલસ્ટર બાબુભાઈ જેબલિયા, જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, સંગઠન પ્રભારી ગજેન્દ્રભાઈ સકસેના, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ કૌશલ્યાકુંવરબા પરમાર, દિપસિંહ રાઠોડ, ધારાસભ્ય રમણલાલ વોરા, વી.ડી. ઝાલા, ગજેન્દ્રસિંહ પરમાર, ડેરીના ચેરમેન શામળભાઈ પટેલ, બેંકના પૂર્વ ચેરમેન મહેશભાઈ પટેલ, માર્કેટ યાર્ડના ચેરમેન જેઠાભાઇ પટેલ તથા જિલ્લાના અનેક કિસાન અગ્રણીઓ અને સહકારી ક્ષેત્રના અગ્રણીઓ ની ઉપસ્થિતિમાં યોજાયેલ કિસાન સંમેલનમાં મંત્રી કૈલાસ વિજયવર્ગીય એ જણાવેલ કે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કિસાનો માટે તેમની ખેતીની ઉપજ બમણી મળે તે માટે અનેક ક્રાંતિકારી પગલાં ભર્યા છે. કેન્દ્ર સરકાર અને ભાજપની રાજ્ય સરકારોએ જ્યારે જ્યારે કિસાનોને કુદરતી આપત્તિ આવી ત્યારે ત્યારે તમામ પ્રકારની મદદ કરી છે. આજે નરેન્દ્રભાઈ ના કારણે દેશમાં કિસાનોને પ્રાકૃતિક ખેતી પર પણ વળ્યા છે. તેનાથી લોકોના સ્વાસ્થ્ય પણ સારું થયું છે. કેટલાક લોકો આજે દેશમાં કિસાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે પરંતુ તે લોકો સત્તામાં હતા ત્યારે કિસાનો માટે એક પણ યોજનાઓ લાવી ન હતી. આજે આધુનિક ખેતી અને ઓછા ખર્ચે ખેતી કરી વધુ ઉપજ કિસાન મેળવી શકે છે. કિસાનોને ખેતીના સાધનોમાં તેમજ તેમની તમામ જરૂરિયાતોમાં કેન્દ્ર સરકાર સબસીડી આપે છે તેથી જ વચેટીયાઓ ન ખાય તેના માટે તેમને પૈસા સીધા તેમના બેંકના ખાતામાં જાય છે. મંત્રી કૈલાસ વિજયવર્ગીયજી વધુમાં જણાવેલ કે ખેતી સાથે પશુપાલન વ્યવસાય પણ પૂરક બનાવી આધુનિક ટેકનોલોજીના કારણે આપણા કૃષિ વૈજ્ઞાનિકોના માર્ગદર્શનથી કિસાનો ખેતી સારી રીતે કરી આવક બમણી મેળવી રહ્યા છે તે માટે આપણે નરેન્દ્રભાઈ નો આભાર માનવો પડે. ગુજરાતમાં પણ અનેક યોજનાઓ થકી ખેડૂતો લાભ લઈ રહ્યા છે. નરેન્દ્રભાઈ મોદી કહે છે મારો કોઈ પરિવાર હોય તો 140 કરોડ જનતા માટે તેમના માટે કામ કરવાનું છે. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રી વિજયભાઈ પંડ્યા, મહેન્દ્રસિંહ રહેવાર, ઉપપ્રમુખ જયેશભાઈ પટેલ, રાજુભાઈ પટેલ, નરેન્દ્ર ભાઈ પટેલ, લોકસભા વિસ્તારક નરેન્દ્રસિંહ સોઢા સહિત સમગ્ર જિલ્લામાંથી ખેડૂત મિત્રો હાજર રહ્યાં
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891