Tuesday, October 15, 2024

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪

હથિયારોના પરવાનેદારોએ પરવાનાવાળા દરેક પ્રકારના હથિયારો દિન-7 માં અનામત જમા કરાવી દેવા માટે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીનું જાહેરનામું પ્રસિદ્ધ

 

લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 દરમ્યાન સાબરકાંઠા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા મતદારો પોતાનો મત મુક્ત અને નિર્ભય રીતે આપી શકે તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે જરૂરી શાંતિમય વાતાવરણમાં વિક્ષેપો ઉભા થાય નહી અને જાહેર સુલેહ શાંતિનો ભંગ થતો અટકાવવા અત્યંત જરૂરી જણાતું હોવાથી તથા શાંતિપૂર્ણ, મુકત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજવા નિવારક પગલાંના ભાગરૂપે વિવિધ પગલાંઓ લેવાનું જરૂરી જણાતું હોવાથી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી નૈમેષ દવે દ્વારા સાબરકાંઠા વિસ્તારમાં રહેતા દરેક જાતના હથિયારોના પરવાનેદારોને આદેશ કરવામાં આવ્યો છે કે, તેઓએ તેમની પાસેના પરવાનાવાળા દરેક પ્રકારના હથિયારો આ જાહેરનામું પ્રસિધ્ધ થયાની તારીખથી દિન-7 માં જે તે લાગતા વળગતા પોલીસ સ્ટેશનમાં અનામત જમા કરાવી દેવા અને સબંધકર્તા તમામ પોલીસ સ્ટેશનોએ તેમના પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં રહેતા અને હથિયાર પરવાનો ધરાવતા તમામ હથિયાર પરવાનેદારશ્રીઓ તરફથી તેમના પરવાનાવાળા હથિયારો જમા કરાવવામાં આવે તે માટેના પગલાં લેવા તેમજ આ પ્રકારે તમામ હથિયારો જમા થઈ ગયા અંગેની જાણ અત્રેની કચેરીને કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે.

 

આ આદેશ જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી ઈસ્યુ કરાયેલ લાયસન્સો સિવાય બીજા પણ દરેક હથિયાર પરવાનેદારો કે જેઓએ બીજા કોઈપણ હથિયાર લાયસન્સ આપનાર સત્તાધિશ તરફથી હથિયાર લાયસન્સ મેળવેલ હોય તેમને પણ લાગુ પડશે તેમજ આ આદેશ સાબરકાંઠા વિસ્તારની મુલાકાતે આવેલ તમામ હથિયાર પરવાના ધારકોને લાગુ પડશે તેમજ હથિયાર ખરીદ-વેચાણ કરતાં પરવાનેદારો હથિયાર ખરીદ-વેચાણ આ સમયગાળા દરમ્યાન કરશે તો પણ હથિયારની સોંપણી આ જાહેરનામાની તારીખથી બે માસ સુધી કે ચૂંટણી પ્રક્રિયા પુર્ણ થતા સુધી પરવાના ધારકોને કરી શકશે નહિ તેમજ સબંધિત પોલીસ સ્ટેશને જે તે પરવાનેદારશ્રીને તેમનું અનામત જમા લીધેલ હથિયાર તા.૬/૬/૨૦૨૪ પછી પરત કરવાનું રહેશે અને તેના માટે કોઈપણ અલગ હુકમની જરૂરીયાત રહેશે નહી.

 

આ આદેશમાંથી નીચે જણાવ્યા મુજબના હથિયાર પરવાનેદારશ્રીઓને મુકિત આપવામાં આવે છે.

(ક) સાબરકાંઠા લોકસભા મતવિસ્તારમાં આવેલ સરકારી, અર્ધસરકારી સંસ્થાઓ (બેંક, સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓના નામે જે હથિયાર પરવાનો ધરાવતા હોય તથા જે રાજ્ય કે રાષ્ટ્રીય કે આંતર રાષ્ટ્રીય લેવલની શુટીંગ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પોર્ટસ પર્સન તરીકે પરવાનો ધરાવે છે.

ખ) માન્યતા ધરાવતી સીકયુરીટી એજન્સીઓના ગનમેન કે જેઓ રાષ્ટ્રીયકૃત સહકારી કે કોમર્શીયલ બેંકો, એ.ટી.એમ. તથા કરન્સી/ચેકની લેવડ-દેવડ કરતા હોય તેવા હથિયારધારી સીકયુરીટી ગાર્ડને તેમના હથિયાર જમા કરાવવામાંથી મુકિત આપવામાં આવે છે. આવા સીકયુરીટી ગાર્ડ તેઓના ફોટોગ્રાફ સાથેનું તેઓ જે તે બેંકમાં સીકયુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હોવાનું સબંધિત બેંક મેનેજરનું પ્રમાણપત્ર પોતાની પાસે રાખવાનું રહેશે..

(ગ) કેન્દ્ર સરકાર તેમજ રાજય સરકારના અધિકારી/કર્મચારીઓ કે જેઓને કાયદા મુજબ હથિયાર સાથે રાખવાની મંજુરી આપેલ છે અને ચૂંટણીના ફરજ ઉપર હોય તેમને લાગુ પડશે નહી

(ઘ) જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી સાબરકાંઠાએ ખાસ પરવાનગી આપેલ હોય તેમને લાગુ પડશે નહી.

હથિયાર પરવાનેદારોએ ઉકત વિગતે તેમના પરવાનાવાળા હથિયારો જે તે લગત પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના રહેશે. તે હથિયારના કાર્ટીજ/દારૂગોળો જમા કરાવવાની જરૂર નથી.

હુકમનો અમલ સમગ્ર જિલ્લામાં તા.૦૬-૦૬-૨૦૨૪ સુધી કરવાનો રહેશે. હુકમનું ઉલ્લંઘન કરનાર કે ઉલ્લંઘન માટે મદદ કરનાર શખ્સો ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ સજાપાત્ર થશે.

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores