Wednesday, October 16, 2024

ચૂંટણી વિષયક જાહેરાત પ્રસારણ અંગે નિયંત્રણ બાબત

ચૂંટણી વિષયક જાહેરાત પ્રસારણ અંગે નિયંત્રણ બાબત

 

ભારતના ચૂંટણી પંચ ધ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ નો ચૂંટણી કાર્યક્રમ જાહેર થયેલ છે. તે મુજબ સાબરકાંઠા જિલ્લામાં લોકસભા ચૂંટણીઓની ચૂંટણીનું મતદાન તા.૦૭/૦૫/૨૦૨૪ – રોજ નિયત કરવામાં આવેલ છે તથા મતગણતરી તા.૦૪/૦૬/૨૦૨૪ ના રોજ હાથ ધરાનાર છે. ચૂંટણી દરમ્યાન રાજકીય પક્ષો/ઉમેદવારો/સંસ્થાઓ તરફથી કે તેઓના ટેકેદારો તરફથી ઈલેકટ્રોનિક મીડીયાના માધ્યમથી, સ્થાનિક કેબલ કંટ્રોલ રૂમથી કે ટીવી ચેનલના માધ્યમથી કે રેડીયો નેટવર્કથી કે સિનેમાગૃહો ધ્વારા પ્રચાર તથા જાહેરાતો કરવામાં આવે છે. હાલમાં આ નેટવર્કના નિયંત્રણ માટે કેબલ ટેલીવિઝન (વિનિયમન) અધિનિયમ, ૧૯૯૫ તથા કેબલ ટેલીવિઝન નેટવર્ક (વિનિયમન) નિયમો, ૧૯૯૪ અમલમાં છે. તે મુજબ નિયત કરેલ આચાર સંહિતાને અનુરૂપ હોય તે સિવાય કોઈ પણ વ્યક્તિ કોઈ જાહેરાત પ્રસારીત કે પુનઃ પ્રસારીત કરી શકે નહી તેમજ જાહેરાતો કોઈ ધાર્મિક કે રાજકીય હેતુ પ્રત્યે દિશા નિર્દેશ કરતી હોવી જોઈએ નહી તેવી જોગવાઈ છે. રાજય ચૂંટણી પંચે ચૂંટણીઓ નિષ્પક્ષ, તટસ્થ, શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય તથા કોઈ પણ પક્ષ કે સંસ્થા કે ઉમેદવારોની તરફેણ કે વિરૂધ્ધમાં કે ચૂંટણી પંચે જાહેર કરેલ આદર્શ આચાર સંહિતાની જોગવાઈઓ વિરુધ્ધ કોઈ પણ ચૂંટણી વિષયક જાહેરાત ઈલેકટ્રોનીકના માધ્યમથી કરવામાં ન આવે તે માટે નિયંત્રણ મુકવું જરૂરી જણાય છે.

મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરીના તા.૨૦/૧૦/૨૦૨૩ ના આદેશાનુસાર જિલ્લા કક્ષાએ તમામ પ્રકારની જાહેરાતો/ ઝિંગલ્સ/ બાઈટસ કે જે દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમોનો ઉપયોગ કરતી હોય તે જાહેરાતેને ટેપ, સીડી અને પ્રમાણિત કરેલ ટ્રાન્સકીપ્ટ સાથે મીડીયા સર્ટીફીકેશન અને મોનીટરીંગ કમિટિ (MCMC) ના સભ્ય સચિવશ્રી નાયબ માહિતી નિયામકશ્રી સાબરકાંઠાને અરજી કરવાની રહેશે અને કમિટિ ધ્વારા જાહેરાત એપ્રુવ થયા બાદ જિલ્લા ચૂંટણી અધિકારી ધ્વારા જાહેરાત પ્રસિધ્ધ કરવા મંજુરી આપવામાં આવશે. આથી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની પરવાનગી વગર ટીવી, રેડીયો, કેબલ ટીવી નેટવર્ક તથા ખાનગી એફ.એમ. ચેનલોમાં જાહેરાત પ્રસારિત કરવી નહિ. સબબ, ચૂંટણીના સરળ સંચાલન માટે હુકમ કરવો ઈષ્ટ જણાતો હોઈ કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી નૈમેષ દવેને મળેલ સત્તાની રૂએ જાહેરનામુ બહાર પાડ્યુ છે.

ચૂંટણીની કામગીરી માટે નિયુકત ચૂંટણી અધિકારીઓ/ મદદનીશ ચૂંટણી અધિકારીઓને જાહેરાતોના પ્રસારણ પર દેખરેખ રાખવા માટે અધિકૃત કરવામાં આવે છે તથા કેબલ ટેલીવિઝન (વિનિયમન) અધિનિયમ, ૧૯૯૫ તથા તે હેઠળના નિયમો પરત્વે તપાસણી અને સીઝર સહિતની કામગીરી કરવા સત્તા આપવામાં આવે છે.આ હુકમ અન્વયે સાબરકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેકટર કે તેનાથી ઉચ્ચ હોદો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે આઈ.પી.સી.કલમ-૧૮૮ તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores