લોકસભા ચૂંટણી સંદર્ભે કાર્યરત કંટ્રોલરૂમમાં એક જ સપ્તાહમાં ૨૬ ફરીયાદો મળી
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ જાહેર થતા જ જિલ્લામાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવી છે. આદર્શ આચાર સંહિતાનો અમલ થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી નૈમેષ દવેના માર્ગદર્શન અને સૂચના અન્વયે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પર નજર રાખવા જિલ્લામાં ફ્લાઇંગ સ્કવોર્ડ ટીમ, વિડીયો સર્વેલન્સ ટીમ, વિડીયો વ્યુઇંગ ટીમ, સ્ટેટીક સર્વેલન્સ ટીમ, એકાઉન્ટીંગ ટીમ, એમસીસી, એમસીએમસી વગેરે ટીમો કાર્યરત છે.
ચૂંટણી જાહેર થતા જ જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો ભંગ થતો જણાય લોકો તેની ફરિયાદ સરળતાથી કરી શકે તે માટે જિલ્લાકક્ષાએ ચૂંટણી સંબંધી ફરિયાદ નિવારણ માટે કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. જેમાં જિલ્લા કંન્ટ્રોલ રૂમ નંબરઃ- ટોલ ફ્રી નંબર-૧૮૦૦-૨૩૩-૬૦૧૫ (૦૨૭૭૨-૨૯૯૧૯૬),ખર્ચ સેલ કંન્ટ્રોલ રૂમ નંબર:- ટોલ ફ્રી નંબર-૧૮૦૦-૨૩૩-૬૦૧૩(૦૨૭૭૨-૨૯૯૧૯૦) અને જિલ્લા ડિસ્ટ્રીકટ કોન્ટેકટ સેન્ટર (DCC) હેલ્પલાઈન નંબરઃ- ૧૯૫૦ પર સંપર્ક સાધી શકાય છે. જિલ્લામાંથી નાગરિકો/મતદારો/રાજકીય પક્ષો/ઉમેદવારો વગેરે ધ્વારા મળતી ફરીયાદોનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં કંન્ટ્રોલ રૂમ કાર્યરત કરાયા ના એક સપ્તાહમાં હોર્ડીંગ અને પોસ્ટર સંબધી ચૂંટણીલક્ષી ૨૬ ફરીયાદો મળી છે. જેનો તાત્કાલિક નિકાલ કરવામાં આવ્યો હોવાનું જિલ્લા કંટ્રોલ દ્વારા જણાવાયું છે
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891