Friday, June 14, 2024

અમરેલી લોકસભાના કોંગ્રેસના શિક્ષીત મહિલા ઉમેદવાર જેનીબેન ઠુમ્‍મરનો કુકાવાવ પંથકના ગ્રામ્‍ય સંપર્ક :બહેનો દ્વારા મળી રહૃાો છે વ્‍યાપક આવકાર

 

અમરેલી લોકસભાના કોંગ્રેસના શિક્ષીત મહિલા ઉમેદવાર જેનીબેન ઠુમ્‍મરનો કુકાવાવ પંથકના ગ્રામ્‍ય સંપર્ક :બહેનો દ્વારા મળી રહૃાો છે વ્‍યાપક આવકાર

અમરેલી જિલ્લાના વિકાસને પ્રાધાન્ય અપાસે અને રાહુલ ગાંધીએ મહિલાઓને બેરોજગાર યુવાનો માટે આપેલા વચનો પૂર્ણ કરાશે જેનીબેન ઠુમ્મર

 

કુકાવાવ વિસ્‍તારના અમરાપુર,રામપુર,અરજણસુખ,ખાનખીજડીયા,હનુમાન ખીજડીયા,બરવાાળા કોલડા સહિતના ગ્રામ્‍ય વિસ્‍તારનો પ્રવાસ પૂર્ણ

અમરેલી,

અમરેલી જિલ્‍લામાં લોકસભાની ચૂંટણી માહોલ બરોબર જામ્‍યો છે. ત્‍યારે અમરેલી જિલ્‍લામાં કોંગ્રેસ પક્ષ દ્વારા સૈથી નાની વયના મહિલા અને સૌથી શિક્ષીત ઉમેદવારને ચૂંટણી ઉમેદવાર બનાવ્‍યા છે. જેથી અમરેલી જિલ્‍લાના પ્રશ્‍નો દિલ્‍હીના દરબારમાાં સારી રીતે રજુ થઈ શકે.

કુકાવાવ વિસ્‍તારના ગ્રામ્‍ય વિસ્‍તારના પ્રવાસ દરમ્‍યાન બહેનો દ્વારા જેનીબેન ઠુમ્‍મરનું ઠેર-ઠેર સ્‍વાગત થઈ રહૃાુ છે. શિક્ષીત અને યુવા વર્ગમાં જેનીબેન ઠુમ્‍મર જેવા શિક્ષીત ઉમેદવાર આવતા તેઓ પોતાના પ્રશ્‍નો સારી રીતે તેમની સાથે ચર્ચા કરી રહૃાા છે.

આ ગ્રામ્‍ય પ્રવાસ દરમ્‍યાન જેનીબેન ઠુમ્‍મરે ગ્રામ્‍ય પ્રશ્‍નો અને રાહુલ ગાંધી અને ઈન્‍ડીયા ગઠબંધનના સંયુકત એજન્‍ડાની ચર્ચાઓ કરી હતી જેમાં ગ્રામ્‍ય સ્‍તરે સારૂ શિક્ષણ અને મફત શિક્ષણ મળી રહે તેવી વ્‍યવસ્‍થાઓ,ખેડૂતોને એમ.એસ.પી.મુજબના ભાવો મળે,ગ્રામ્‍ય વિસ્‍તારમાં દવાખાનાની સારી સુવિધાઓ મળે,બહેનો પગભર થાય તે માટે સરકારી કેન્‍દ્રો અને એન.જી.ઓની.મદદ થી સ્‍વરોજગારીના કાર્યક્રમો ચલાવવા સહિતના મુદાઓની ચર્ચા કરી હતી.

આ તકે પૂર્વ વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણીએ વર્તમાન કેન્‍દ્ર સરકારની નિતીરીતી સામે લોકોને જાગૃત કરી અને ખાતરના ભાવો,ખેડૂતોને કપાસના અને ડુંગળીના પાકમાં થયેલા અન્‍યાય અંગે ચર્ચા કરી હતી.

જિલ્‍લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત દ્વારા કેન્‍દ્ર સરકાર દ્વારા ઈડી,સી.બી.આઈ.ના દુરઉપયોગ અંગે પ્રહારો કરી અને કોંગ્રેસની સરકાર આવશે તો વિવિધ કલ્‍યાણકારી યોજનાઓ અંગે માહિતી આપી હતી.

આ તકે આમ આદમી પાર્ટીના જિલ્‍લા પ્રમુખ નિકુંજભાઈ સાવલીયાએ ઈન્‍ડીયા ગઠબંધનની ચર્ચા કરી અને વર્તમાન સરકારાની અન્‍યાય કારીનિતીઓ અને દિલ્‍હીમાં કેજરીવાલ સરકારની મફત વિજળી,મફત શિક્ષણ સહિતના મુદાઓની ચર્ચા કરી હતી અને ઈન્‍ડીયા ગઠબંધનના અમરેલીના ઉમેદવાર જેનીબેન ઠુમ્‍મરના સમર્થન માટે મતદારોએ અપીલ કરી હતી.

આ તકે જેનીબેન ઠુમ્‍મરના પ્રવાસમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી(ઈન્‍ડીયા ગઠબંધન)ના આગેવાનો વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા. જેમાં પૂર્વ વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણી, જિલ્‍લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ પૂર્વ જિલ્લા કોંગ્રેસ ડી કે રૈયાણી દુધાત,જિલ્‍લા આમ આદમીના પ્રમુખ નિકુંજભાઈ સાવલીયા,ધર્મેશભાઈ પાનસુરીયા,રવજીભાઈ પાનસુરીયા,સુખાભાઈ વાળા,ગોરધનભાઈ ઘેવરીયા,વિઠ્ઠલભાઈ પટોળીયા,ભરતભાઈ વાળા,રાણીગભાઈ મંત્રી,રમેશભાઈ વસાણી,ગીરધરભાઈ સાંગાણી,ભોળાભાઈ,દેવજીભાઈ રાઠોડ,બીપીનભાઈ વેકરીયા,દેવજીભાઈ વેકરીયા,નાગજીભાઈ વેકરીયા,હરેશભાઈ વોરા,ભુપતભાઈ બુહા,લાલજીભાઈ મકાણી,વિપુલભાઈ રૈયાણી,નિલેશભાઈ દેવમુરારી,પ્રવિણભાઈ વઘાસીયા,કાંતિભાઈ રાખશીયા,ભનાભાઈ ટોળીયા,કનુભાઈ રાઠોડ,મનશુખભાઈ રાખસીયા,દિલીપભાઈ ચૌહાણ,સત્‍યમભાઈ,બાબુભાઈ હિરપરા,ઓઢાભાઈ સરપંચ,કાળુભાઈ ઉકાણી,સંજયભાઈ ઉકાણી,નરશીભાઈ કાનપરીયા,કાળુભાઈ હરખાણી,પ રવજીભાઈ પાઘડાળ,હકાભાઈ ગજેરા,હરેશભાઈ ઠોડવડીયા,ગોપાલભાઈ શિંગાળા,કિરણભાઈ પાઘડાળ, જયસુખભાઇ પાનસુરીયા, ઝવેરભાઈ ઠુમ્મર,છગનભાઈ હીરપરા, કાળા ભાઈ દેસાઈ,મગનભાઈ લિંબાસિયા, ભરતભાઈ હીરપરા લાખાભાઈ પદમાણી વિનુભાઈ રાદડિયા ઉકાભાઈ પદમાણી, છગનભાઈ પાનસેરીયા જગદીશભાઈ નસીબ જે કે પાંચાણી ચંદુભાઈ પાનસેરીયા સહિત વિશાળ સંખ્‍યામાં બહેનો અને મહિલાઓની વિશાળ સંખ્યામાં હાજરી આગેવાનો કાર્યકરો અને લોકો આ પ્રવાસમાં જોડાયા હતા.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores