અમરેલી લોકસભા કોંગ્રેસના ઉમેદવારે જેનીબેન ઠુમ્મરે કહૃાુ જનતા જનાર્દન જ મારી હાઈકમાન્ડ
અમરેલી વિધાનસભાના વાંકિયા, સરંભડા,મોટામાંડવડા,જાળીયા,ગાવડકા, વડેરા,મોટા આકડીયા,પીપળલગ,વરૂડી,જસવંતગઢ,ચિતલ,મોણપુરનો પ્રવાસ પૂર્ણ
અમરેલી,
અમરેલી જિલ્લા પંચાયતના સૌથી સફળ પૂર્વ પ્રમુખ અને અમરેલી લોકસભા બેઠકના કોંગ્રેસા ઉમેદવાર જેનીબેન ઠુમ્મરે આજે અમરેલી વિધાનસભાના વાંકિયા,સરંભડા, મોટામાંડવડા, જાળીયા,ગાવડકા,વડેરા,મોટાઆકડીયા,પીપળલગ,વરૂડી,જસવંતગઢ,ચિતલ,મોણપુર,ના પ્રવાસ દરમ્યાન સંબોધન કર્તા જણાવ્યુ હતુ કે જિલ્લા પંચાયતના જયારે હું પ્રમુખ હતી ત્યારે અમરેલી જિલ્લાના પાયાના મહત્વના પ્રશ્નો જેવાકે,રસ્તા,પાણી,આંગણ વાડી, સિંચાઈ, પશુપાલન અને શિક્ષણમાં વધુમાં વધુ લોકોને સુવિધાઓ અને લાભ મળે તે અઢીવર્ષના મારા સાશનકાળમાં કાર્યકર્યુ હતુ હું ત્યારે પણ અમરેલી જિલ્લાના મારા વડીલો-ભાઈઓ-બહેનો અને ખાસ કરીને યુવાનોને મારા દરેક વકતવ્યમાં કહેતી હતી કે જનતા મારી હાઈકમાન્ડ છે. અને હાઈકમાન્ડની સુખાકારી વધે અને લોકોની સમસ્યાઓ હલ કરી શકાય તે મારી પ્રથમિકતા હતી અને અત્યારે પણ જયારે લોકસભામાં દેશાના સુધી જુના પક્ષ કોંગ્રેસે મને સૌથી નાની ઉમરમાં લોકસભાની ચૂંટણી લડવાની જવાબદારી સાપી છે. ત્યારે હું ફરી કહુ છુ કે જનતા એજ મારી હાઈકમાન્ડ છે.
આ તકે જેનીબેન ઠુમ્મરે પોતાના ગ્રામિણ પ્રવાસ દરમ્યાન જણાવ્યુ કે બહેનોએ મને સિધા જ પ્રશ્ન કરવાનો અને તેમના વિકાસ માટે કામ સૂચવવાનો સિધો અધિકાર છે.
અમરેલી જિલ્લામાં પશુપાલન અને અસંગઠીત ક્ષેત્રે બેહોનોનું યોગદાન મોટુ છે. તેમને વધુમાં વધુ મહેનતના પ્રમાણમાં વળતર મળે તે જરૂરી છે. તે માટે અમારે કાર્યરત રહેવુ એ અમારી નૈતિક જવાબદારી છે.
આ તકે પૂર્વ વિપક્ષ નેતાએ પોતાની આગવી શૈલીમાં જણાવ્યુ હતુ કે ગુજરાતમાં પેપરલીક થયા ત્યારે હું વિપક્ષના નેતા તરીકે જવાબદારી સંભાળી રહૃાો હતો અને ગુજરાતના યુવાનોને વધુમાં વધુ રોજગારી મળે અને તેમની સાથે આવી ઘટનાઓ ન બને તે માટે ગાંધીનગરની સલ્તનત સામે લડાઈ કરી અને રાત્રે યુવાનો સાથે રસ્તાપર સુઈ અને આંદોલનો કર્યા હતા છતા આ સરકાર યુવાનોને રોજગાર આપવામાં નિષ્ફળ નિવડી છે.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાતે જણાવ્યુ હતુ. કામ કરી અને લોકોને કહેવુ એ યોગ્ય્ય નથી પરંતુ જયારે કોરનાના સમયે કોંગ્રેસનો દરેક કાર્યકર સૈનિક બની અને યથા યોગ્ય લોકોની સેવા કરી હતી જેમા ઓકિસજન સિલીન્ડર થી લઈ અને રસોડાનું કામકર્યુ હતુ.આ વાત જનતા જાણે જ છે.
આ તકે અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનિષભાઈ ભંડેરીએ જણાવ્યુ હતુ કે ખેડૂતોને પોતાની જણસના પોષણક્ષમ ભાવ મળતા નથી ખેડૂતોને જયારે પાક ખેતરમાં હોય ત્યારે ભાવ આસમાને હોય છે. અને જેવી જણસ ઘરમાં આવે છે. તેવા ભાવ ઘટવા લાગે છે. પરિણામે ખેડૂતો ખેતીથી દુર થતા જાય છે.જેથી અમારી માંગણી છે કે ખેડૂતોને એમ.એસ.પી. મુજબ પુરતા ભાવ મળે.
આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિકુંજભાઈ સાવલીયાએ જણાવ્યુ કે દિલ્હીમાં કેજરીવાલ સરકાર સારા કામ કરે છે. મફત શિક્ષણ,ર૦૦ યુનિટ વિજળી મફત,સારૂ ઈન્ફાસ્ટ્રકચર સહિતની સુવિધાઓ દિલ્હીમાં મળી છે. ત્યારે ઈન્ડીયા ગઠ બંધનના ઉમેદવાર જેનીબેઠ ઠુમ્મરને આમ આદમી પાર્ટીના દરેક કાર્યકર અને નેતા અને મતદારોનું સમર્થન મળે તે માટે અમે કાર્યરત છીએ
આ તકે જેનીબેન ઠુમ્મરના પ્રવાસમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી(ઈન્ડીયા ગઠબંધન)ના આગેવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહતા હતા. જેમાં પૂર્વ વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત,જિલ્લા આમ આદમીના પ્રમુખ નિકુંજભાઈ સાવલીયા,પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંભુભાઈ દેસાઈ,તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનિષભાઈ ભંડેરી,રાજુભાઈ બારૈયા,વિજયભાઈ બારૈયા,દિલીપભાઈ સાવલીયા,મહેશભાઈ ગામી,જયકૃષ્ણભાઈ સાંગાણી,ભવદિપભાઈ સાંગાણી,જયદિપભાઈ પાચાણી,ધનજીભાઈ લકકડ,મનસુખભાઈ દેસાઈ,રતિભાઈ સાવલીયા,દેવેન્દ્રભાઈ ભેડા, સરપંચ અશોકભાઈ લક્કડ,જેન્તીભાઈ સાવલીયા,વિજયભાઈ દેસાઈ,બાબુભાઈ દેસાઈ,નરેશભાઈ અકબરી,અશ્વિનભાઈ અકબરી,રોહિતભાઈ અંટાળા કાળુભાઈ અંટાળા,વિઠ્ઠલભાઈ રમેશભાઈકથીરીયા,રમેશભાઈ પેથાણી,પીયુષભાઈ સુદાણી,ઉમેશભાઈ સાવલીયા,કાંતિભાઈ લાખાણી,વિનુભાઈ લાખાણી,રમેશભાઈ ધોરાજીયા,મધુભાઈ પાથર,ભાવેશગીરી ગોસ્વામી, મનુભાઈ વાળા, દિનેશભાઈ કંબોયા, વિરજીભાઈ ચોઽવડીયા,ભરતભાઈ હપાણી,કમલેશભાઈ દેથલીયા, રાજુભાઈ નાકરાણી પ્રફુલભાઈ માંગરોળીયા, વિપુલભાઈ ગોસ્વામી, વિજયભાઈ બારૈયા યુસુફભાઈ જુણેજા, કિશોરભાઈ ત્રાપસીયા પીન્ટુભાઇ માલવીયા, રમણીકભાઈ વિસાવળીયા પરસોત્તમભાઈ ઠુંમર મનુભાઈ ભુવા જયંતીભાઈ બોદર મનસુખભાઈ કાથરોટીયા ચતુરભાઈ વઘાસિયા મોહનભાઈ મિસ્ત્રી ચીમનભાઈ ઠુંમર નાથાભાઈ ડેર પીઠુભાઈ વાળા દિલીપભાઈ બસીયા શારદુલભાઇ આહીર સલીમભાઈ પિંજારા કાળુભાઈ ગોહિલ દીપકભાઈ ગોહિલ રાજુભાઈ સોલંકી શાંતિલાલ રાણવા જગદીશભાઈ ડાભી કિશોર ગોહિલ રાજુભાઈ સોલંકી દેસાઈ હરેશભાઈ અજાણી રાજુભાઈ ગોજારીયા બાબુભાઈ દેસાઈ ચિતલ રવજીભાઈ મકવાણા સિંહજી સરવૈયા મયુર ત્રિવેદી બાબુભાઈ માંગરોળીયા વિનુભાઈ દેસાઈ લાલભાઈ માંગરોળીયા પિકે અસલાલીયા કેશુભાઈ મેશિયા સુરજ પરમાર રજાક મુલતાની રમેશભાઈ ધાનાણી હસુભાઈ સોંદરવા ગીરીશભાઈ સોંદરવા દિનેશ સોંદરવા મોણપુર જશવંત યશવંત સહિતના વિશાળ સંખ્યામાં યુવાનો અને બહેનો ઉપસ્થિત હતા
યુવાવર્ગની બહેનો પણ આ પ્રવાસ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં જોડાયા હતા