માલપુર ખાતે સાબરકાંઠા લોકસભા બેઠક ના ઉમેદવાર શોભનાબેન બારૈયા ભાજપ કાર્યાલય ખાતે આવ્યા હતા, જેમાં ગણા ગાંઠ્યા કાર્યકરો હાજર રહ્યા હતા, પાયાના આગેવાનો, યુવા મોરચાના હોદ્દેદારો કે ચૂંટાયેલાં પદાધિકારીઓની ગેરહાજરી જોવા મળી હતી. બીજી તરફ જોઈએ તો ભીખાજી ઠાકોર ની ટિકિટ કાપતા કાર્યકર્તાઓ ઓ માં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે ત્યારે ભીખાજી ઠાકોર ને રીપિટ કરવા ની માંગ સાથે કાર્યકરો કાર્યાલય ખાતે આવી પોહચ્યા હતા, જૉ ભીખાજી ઠાકોર રિપિટ નહી થાય તો આગામી દિવસો માં માલપુર તાલુકા માં ભારતીય જનતા પાર્ટી ને કપરા દિવસો નો સામનો કરવો પડશે તેવી લોકમુખે માહિતી મળવા પામી છે.
રિપોર્ટર વનરાજસિંહ ખાંટ માલપુર અરવલ્લી