*અરવલ્લીઃબાયડ તાલુકાના ધારેશ્વર મંદિર વાત્રક ખાતે રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશે બફાટને લઈ મહત્વની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું…*.
બાયડ તાલુકાના તમામ ગામડાના ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીઓને લઈને ગુજરાતના મધ્યબિંદુ રાજકોટથી લઈને તમામ ગામડાઓમાં આ વિરોધની આગનો જ્વાળામુખી ભભુકી ઉઠયો છે.
ત્યારે દિવસેને દિવસે રૂપાલા સામે વિરોધ વધી રહ્યો છે ત્યારે ગતરોજ બાયડ તાલુકા વાત્રકના ધારેશ્વર મંદિર ખાતે તમામ ગામડાઓમાંથી ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનો નેતાઓ તથા વડીલો યુવાનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી એક મહત્વની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મિટિંગમાં રૂપાલાની ક્ષત્રિય સમાજના વિરુદ્ધમાં ટિપ્પણીને લઈને તમામ ઉપસ્થિત ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનો, નેતાઓ, યુવાનો દ્વારા બાયડ તાલુકા ખાતે એક મહારેલી માટેનું આયોજન નક્કી કરવામાં આવેલ છે.
આ વિરોધના જ્વાળામુખીની આગથી કોણ દાજે છે…???
તે તો આવનારો સમય જ બતાવશે પરંતુ ચોક્કસપણે આ ક્ષત્રિય સમાજ વિશે વિરુદ્ધની ટિપ્પણીઓની આગ શાંત પડવાની જગ્યાએ હવનમાં ઘી હોમવાની નીતિઓના કારણે આ કેટલાયે નિર્દોષ રાજકીય નેતાઓને આ વિરોધની ભભૂકેલી આગથી દાઝવાનો વારો આવે તો નવાઈ નહીં.. રિપોર્ટર વનરાજસિંહ ખાંટ માલપુર અરવલ્લી