આગામી ૨૧ એપ્રિલ ના રોજ રડોદરા ખાતે યોજાનાર ૧૦૮ યુગલ સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ અન્વયે બાયડ – માલપુર ના ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા સાહેબ ના પરિવાર તથા કાર્યકર્તાઓ ના વરદ હસ્તે ૧૦૮ દીકરીઓ ને પાનેતર નું વિતરણ કરવામાં આવ્યું.
આ પ્રસંગ માં પૂર્વ ધારાસભ્ય અને બાયડ ધારાસભ્ય ના પિતાશ્રી નરેન્દ્રસિંહ ઝાલા સાહેબ સહ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. તથા માલપુર અને બાયડ ના કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા.
આગામી ૨૧/૦૪/૨૦૨૪ ના રોજ બાયડ તાલુકાના રદોડરા ખાતે યોજાનાર સમૂહ લગ્નોત્સવમાં રાજ્યભરના રાજકીય તથા સમાજિક આગેવાનો, સાહિત્યકારો, ઉધોગપતિઓ હાજર રહેશે તેવી લોકમુખે ચર્ચા થઈ રહી છે.
રિપોર્ટર વનરાજસિંહ ખાંટ માલપુર અરવલ્લી