Friday, October 11, 2024

ભૂરિયા ગામે 11મુખી હનુમાન ધામ ખાતે વિશ્વ કલ્યાણ માટે 182મો સુંદરકાંડ પાઠ થયો

ભૂરિયા ગામે 11મુખી હનુમાન ધામ ખાતે વિશ્વ કલ્યાણ માટે 182મો સુંદરકાંડ પાઠ થયો

થરાદ તાલુકાના ભૂરિયા ગામની ધન્ય ધરા પર મહંતશ્રી ઘેવરદાસજી મહારાજના સતસંકલપથી બનાસકાંઠા પંથકને ગૌરવ લઈ શકાય તેવી 11મુખી હનુમાનજીની પથ્થરમાંથી નિર્મિત 31ફૂટ ઉંચી ભારત વર્ષની એક માત્ર વિરાટ પ્રતિમા નિર્માણ પામી રહી છે આશ્રમના પરોપકારી મહંતશ્રી ઘેવરદાસજી મહારાજ દ્વારા કોરોના કાલથી વિશ્વના તમામ જીવાત્માઓ ના કલ્યાણ માટે વિશ્વ કલ્યાણ માટે દર શનિવારે સુંદરકાંડ પાઠ કરવાનો અનોખો સંકલ્પ કરેલ તેના અનુસંધાને સતત 182મા શનિવારે પૂજય ઘેવરદાસ બાપુના શ્રીમુખે સુંદરકાંડ પાઠ યોજાયો આ પ્રસંગે ભક્તજનો સાથે સંત હરિદાસ બાપુ માલણ પણ ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે એક સેવાભાવી સજ્જન દ્વારા તમામ ભકતો માટે ગોટા ભજીયા પ્રસાદ નુ આયોજન કરવામાં આવ્યું હતું 11મુખી હનુમાનજી મહારાજ ના અપરંપાર પરચાઓ તથા દાદા ના સ્થાને શનિવાર ભરનારની મનોકામના પૂર્ણ થાય છે તેવી માન્યતાને કારણે શનિવારે હનુમાન ભકતોનો માનવ મહેરામણ ઉમટી પડે છે

રીપોર્ટ નરસીભાઈ એચ દવે લુવાણા કળશ થરાદ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores