*મૂલોજ જૂની પંચાયત સામે આવેલ ડીપી ગંભીર અકસ્માત સર્જાય તેની રાહ જોઈ રહ્યું છે.*
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મૂલોજ ગામે આવેલ જીઈબી ની ડીપી કોઈ ગંભીર ઘટના સર્જે તો નવાઈ નહીં.
ગામમાં આવેલ જૂની પંચાયત કચેરી સામે આવેલ જીઈબીની ડીપી પર લીલાછમ વેલા કેટલાય મહિનાઓથી થાંભલા ઉપર ચઢેલા જોવા મળે છે.
રસ્તાની બાજુમાં જ આ ડીપી ના થાંભલા ઉપર લીલાછમ વેલાઓ રસ્તે જતા રાહદારીઓ માટે ગંભીર અકસ્માત સર્જે તો નવાઈ નહીં. મૂલોજ ગ્રામજનો દ્વારા જીઈબી ના અધિકારીઓને પ્રશ્ન છે કે
મુલોજ ગામમાં રહેલ હેલ્પર તથા જીઈબી ના કર્મચારીઓની શું આ ડીપી પર નજર નહીં પડી હોય? કે પછી કોઈ ગંભીર અકસ્માત સર્જાય ત્યાર પછી આ વેલાઓ ની સાફ-સફાઈ કરવામાં આવશે?
રિપોર્ટર વનરાજસિંહ ખાંટ માલપુર અરવલ્લી