Sunday, October 6, 2024

સાબરકાંઠા ભાજપના લોકસભાના ઉમેદવાર શોભનાબેન બારૈયાએ ઉમેદવારી પત્ર ભર્યું

*સાબરકાંઠા ભાજપના લોકસભાના ઉમેદવાર શોભનાબેન બારૈયાએ ઉમેદવારી પત્ર ભર્યું*

 

ઉમેદવારી પત્ર ભરતા અગાઉ વિશાળ જાહેર સભા યોજાઈ ઃ લોકોએ શ્રીફળ, શાલ આપી શુભેચ્છાઓ પાઠવી

હિંમતનગરમાં આજે સાબરકાંઠા ભાજપના ઉમેદવારની ઉમેદવારી પત્ર ભરવા જતા પહેલા ખેડ તસિયા રોડ પર આવેલા વૈશાલી ગ્રાઉન્ડમાં વિશાળ સભા યોજાઈ હતી. જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સંગઠનના અગ્રણીઓની વચ્ચે મંચ પર ઉમેદવાર શોભનાબેન બારૈયા ઉપસ્થિત થયા હતા. જેમાં અરવલ્લી ભાજપ સંગઠન દ્વારા શ્રીફળ, શાલ આપી ભાજપને જીતડવાની શુભેચ્છાઓ આપી હતી. વિજય સંકલ્પ રેલીનો શંખનાદ કર્યો હતો.આ વિજય સંકલ્પ રેલીમાં ઉપસ્થિત ભાજપની મહિલાઓએ પણ હથેળીમાં કમળ દોરી એક કમળ દિલ્હી મોકલવાના શપથ લીધા હતા. તો મહેમાનોએ પણ કેસરિયા સાફા પહેર્યા હતા. સૌ ઉપસ્થિતે 5 લાખની લીડથી જીતાડવા માટેનું આહવાન કર્યું હતું. વૈશાલી ગ્રાઉન્ડથી રેલી સ્વરૂપે શોભાનબેન બારૈયા સમર્થકો સાથે કેસરિયા ઝંડા સાથે વનવાસીઓના ઢોલના નાદ વચ્ચે ઉમેદવારી પત્ર ભર્યું હતું. વિજય સંકલ્પ રેલી હિંમતનગરમાં વિવિધ માર્ગો પર થઈને પસાર થતા સમયે ભાજપના ઉમેદવારે સૌને નમસ્તે કરી આભાર ઝીલતા ઝોવા મળ્યા હતા.

આ પ્રસંગે લોકસભા સીટના કલસ્ટર બાબુભાઈ જેબલિયા, ચૂંટણી પ્રભારી દુષ્યંતભાઈ પંડ્યા, સંયોજક જે. ડી. પટેલ, જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ, જિલ્લા પ્રભારી ગજેન્દ્રભાઈ સકસેના, અરવલ્લી પ્રમુખ રાજુભાઈ પટેલ, પ્રભારી રાજુભાઈ શુકલ, મંત્રી ભીખુસિંહ પરમાર, દિપસિંહ રાઠોડ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ

કું.કૌશલ્યાકુંવરબા પરમાર, ધારાસભ્ય સર્વશ્રી રમણલાલ વોરા, ગજેન્દ્રસિંહ પરમાર, વી. ડી. ઝાલા, પી.સી. બરંડા, ધવલસિંહ ઝાલા, પ્રવક્તા અને સાબરકાંઠા સીટ ના મીડિયા વિભાગના ઇન્ચાર્જ શ્રદ્ધાબેન ઝા, જયસિંહ ચૌહાણ, પી. સી. પટેલ, ભરતસિંહ રહેવર, દિલીપસિંહ પરમાર, તખતસિંહ હડિયોલ, લોકસભા વિસ્તારક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર વનરાજસિંહ ખાંટ માલપુર અરવલ્લી

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores