વડાલી તાલુકા નું રહેડા ગામ નું પાટીદાર સમાજનું ગૌરવ અનિકેત પટેલે વધાર્યું
UPSC ની ફાઇનલ પરીક્ષામાં ગુજરાતના 25 ઉમેદવાર ઉત્તીર્ણ થયા છે આ પરીક્ષામાં પાટીદાર સમાજના 8 તારલાઓ છે તેમાંનો એક તારલો એટલે અનિકેત પટેલ જેનો ઓલ ઇન્ડિયા રેન્ક 183 છે અને ગુજરાતમાં છઠ્ઠા નંબરે છે આજે અનિકેતના માતા-પિતાનો હરખ ક્યાંય સમાતો નથી ખુશ થવું એ પણ સ્વાભાવિક છે કારણ કે પુત્ર એ UPSC ની પરીક્ષા પાસ કરી છે
અનિકેત પટેલે જણાવ્યું હતું કે UPSC પરીક્ષા પાસ કરવી કઠિન નથી જો હાર્ડવર્ક એટલે કે સખત મહેનત કરવાની તમારામાં હિંમત હોય તો આ શક્ય છે મેં 2022 માં મારું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું અને ત્યારથી હું આ UPSC ની પરીક્ષાની તૈયારી કરતો હતો હું રોજના 7 થી 8 કલાક આ તૈયારી પાછળ આપતો હતો
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891