Wednesday, November 13, 2024

વડાલીના નવાચામુ ગામે ખેતરમાં મજૂરી કરતા 7 ખેત મજૂરોને હડકાયા શ્વાને બચકા ભર્યા

વડાલીના નવાચામુ ગામે ખેતરમાં મજૂરી કરતા 7 ખેત મજૂરોને હડકાયા શ્વાને બચકા ભર્યા

 

વડાલી સીવિલ હોસ્પીટલ ની ઘોર બેદરકારીના કારણે કૂતરું કરડેલા 7 ખેત મજૂરોને ઇન્જેક્શન અને એમ્બ્યુલન્સ ના અભાવે સારવાર માટે રઝળપાટ

વડાલીના નવાચામું ગામે ખેતરમા કામ કરી રહેલા સાત ખેત મજૂરોને કુતરું કરડતા વડાલી સીવીલ હોસ્પિટલના સત્તાવાળાઓએ ઈન્જેક્શન અને એમ્બ્યુલન્સ માટે ધક્કે ચડાવતા ગરીબ અને લાચાર ખેત મજુરો સ્વખર્ચે સારવાર માટે વડાલીથી ખેડબ્રહ્મા અને હિઁમતનગર જવા મજબુર બન્યા.

 

 

ઉનાળાના કાળજાળ ગરમીથી પરસેવે રેબઝેબ થયેલા ખેત મજૂરોને હડકાયા શ્વાનને બચકા ભરતા સારવાર માટે રઝળપાટ થતા ગરીબ ખેત મજૂરો સિવિલ હોસ્પિટલના સત્તાધીશોની ગોર બેદરકારીના કારણે લાચાર બન્યા છે વાત કરીએ વડાલી તાલુકાના નવાચામુ ગામે ગુરુવારના રોજ બપોરના સુમારે ખેત મજૂરો ખેતી કામ કરી ઉનાળાના ધોમ ધખતા તાપમાં ઝાડના છાંયે રોટલા ખાઈ થાકયા પાક્યા સુઈ રહ્યા હતા તે વેળાએ અચાનક એક હડકાયા શ્વાન એક પછી એક એમ વારા ફરતી સાત જેટલાં ખેત મજૂરોને શરીરના હાથે પગે કમરમાં બચકા ભર્યા હતા તે વેળાએ ખેતરોમાં આમતેમ નાસ ભાગ મચી જવા પામી હતી અને હડકાયા કૂતરાએ આ વિસ્તારમા દોડધામ કરી મૂકી હતી અને હડકાયા કૂતરાના કરડવાથી સાત જેટલા ખેત મજૂરોને ઈજાઓ પહોંચી હતી અને તમામ ખેત મજૂરોને વડાલી સીવિલ હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જયાં હોસ્પિટલના સત્તાધીશોની ગોર બેદરકારી સામે આવી હતી અને સારવાર અર્થે ગયેલાં ખેત મજૂરોને હડકાયા શ્વાનનુ ઈન્જેક્શન હાજરમાં નથી તેમ કહી તમે ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલ માંથી ઈન્જેક્શન લઈ લેજો તેમ કહી સારવાર અર્થે ગયેલા ખેત મજૂરોને ડોકટરે ધક્કે ચડાવ્યા હતાં ત્યારબાદ હડકાયા શ્વાનના હુમલાથી કણસતા ગરીબ ખેત મજૂરોએ સિવિલ માંથી આગળ જવા માટે એમ્બ્યુલન્સની માંગણી કરી હતી ત્યારે પણ કહેવામાં આવ્યું કે સીવીલ હોસ્પિટલની એમ્બ્યુલ્સ છેલ્લા એક માસથી કોઈ ખામીના કારણે બંધ છે તેમ કહી ડોકટરે ઉદ્ધતાઈ ભર્યુ વર્તન કરતા ખેત મજૂરો સ્વખર્ચે ખેડબ્રહ્મા જવા નીકળ્યા હતાં અને ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલમાં પણ હડકાયા શ્વાનનું ઈન્જેક્શન ન હોવાના સમાચાર મળતાં અધવચ્ચે રસ્તા માંથી હિમતનગર સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે જવા મજબુર બન્યાં હતાં અને આખરે મોડી સાંજે હિમતનગર જઈ સારવાર કરાવી હતી ત્યારે લાખ્ખો કરોડો રૂપિયાના ખર્ચ બનાવેલ આધુનિક સિવિલ હોસ્પિટલમાં હડકાયા શ્વાનના ઈન્જેક્શનના અને એમ્બ્યુલન્સનો અભાવ જોવા મળતા વડાલી સીવીલ હોસ્પિટલ શોભાના ગાઠીયા સમાન જોવા મળી હતી અને સિવિલ હોસ્પિટલની ગોર બેદરકારીના કારણે હોસ્પિટલના સત્તાધીશો સામે કેટલાય સવાલો ઉભા થયા છે.

 

વડાલી સીવીલ હોસ્પિટલની ગોર બેદરકારીના કારણે ગરીબ ખેત મજૂરો હડકાયા કુતરાએ ભરેલા બચકાની સારવાર માટે કલાકો સુધી કણસતા રહ્યાં.

 

 

આ બાબતે વડાલી સિવિલ હોસ્પિટલ ના સર્જન નું નિવેદન..

 

 

વડાલી સિવિલ હોસ્પિટલના સર્જન ડો. ચારણ દ્રારા જણાવાયું કે હડકાયું કૂતરું કરડ્યું હોય તેનાં માટેની બધીજ દવાઓ અહીંયા મળતી નથી જે દવાઓ ઈડર અથવા ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલમાં મળે છે અને એમ્બ્યુલન્સની બ્રેક ફેલ થઈ હોવાના કારણે ગાડી બંધ છે જેના સારું લગતા વળગતા વિભાગોમાં જાણ કરવામાં આવી છે તેમ જણાવ્યું હતું.

 

 

 

ઈજાગ્રસ્તના નામ.

 

 

૧ – બાબુભાઈ મનાભાઈ ગમાર.

 

૨ – બાબુભાઈ લાડુભાઈ ખોખરિયા.

 

૩ – ખેમાંભાઈ લાડુંભાઈ ખોખરિયા

 

૪ – નરેશભાઈ લાડુભાઈ ખોખરિયા.

 

૫ – નરેશ બાબુભાઈ ગમાર

 

૬- જમનાબેન શંકર ભાઈ ઠાકરડા.

 

૭ – શંકર ભાઈ કોદર ભાઈ ઠાકરડા

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores